IPL 2020: છ મહિના બાદ ગાંગુલીની પહેલી ફ્લાઈટ

Published: Sep 09, 2020, 19:57 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી IPLની તૈયારીઓનું નિરીક્ષણ કરવા UAE રવાના થયા

તસવીર સૌજન્યઃ ગાંગુલીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ ગાંગુલીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

કોરોના મહામારીને લીધે શરૂઆતના અમૂક મહિનાઓ કડક લૉકડાઉન રહ્યુ અને અનલોકની પ્રક્રિયામાં પણ લોકો સાવચેતીપૂર્વક વલણ અપનાવીને બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળે છે, તેમ જ લાંબો પ્રવાસ પણ કરતા નથી. જોકે સૌરવ ગાંગુલીએ છ મહિના બાદ આખરે ફ્લાઈટમાં પ્રવાસ કરવો પડ્યો છે, જે બાબતે તેમણે ઈન્સ્ટાગ્રામમાં જણાવ્યું હતું.

 
 
 
View this post on Instagram

My first charter flight in 6months to dubai for IPL.. crazy life changes ..

A post shared by SOURAV GANGULY (@souravganguly) onSep 8, 2020 at 8:09pm PDT

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની તૈયારીઓનું નિરીક્ષણ કરવા UAE જવા રવાના થયા છે. ગાંગુલીએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરતા લખ્યું, "6 મહિનામાં મારી પહેલી ફ્લાઇટ... જે રીતે જીવન બદલાઈ છે તે ગાંડપણ છે." ગાંગુલી ફોટોમાં માસ્ક અને ફેસ શિલ્ડ સાથે દેખાય છે, જે ઇન્ટરનેશનલ મુસાફરી દરમિયાન સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નો ભાગ છે.

ભારતમાં કોરોનાનો કહેર જોતા ટૂર્નામેન્ટ થવી શક્ય નહોતી. તેથી તેને UAE ખસેડવામાં આવી છે. બધી ટીમો 21 ઓગસ્ટ સુધીમાં ત્યાં પહોંચી ગઈ હતી. તેમજ કવોરન્ટીન પીરિયડ પૂરો કર્યા પછી બધા હવે બાયો-બબલમાં ટ્રેનિંગ કરી રહ્યા છે. અગાઉ ગાંગુલીએ કહ્યું હતું કે, જો આ વખતે IPL નહિ થાય, તો BCCIને 4 હજાર કરોડનું નુકસાન થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK