World Cup 2019 : શ્રીલંકાના આવીષ્કારએ સચિન અને કોહલીને પાછળ છોડ્યા

London | Jul 01, 2019, 21:24 IST

આવીષ્કા ફર્નાન્ડોએ 104 રનની આક્રમક ઇનીંગ રમી હતી. આ આક્રમક ઇનીંગની સાથે આવીષ્કાએ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને વિરાટ કોલહીને પણ પાછળ છોડી દીધા છે.

World Cup 2019 : શ્રીલંકાના આવીષ્કારએ સચિન અને કોહલીને પાછળ છોડ્યા
આવીષ્કા ફર્નાન્ડિઝ

London : ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલ વર્લ્ડ કપ 2019માં વધુ એક રેકોર્ડ નોંધાયો છે. જેમાં શ્રીલંકાના યુવા ક્રિકેટર આવીષ્કા ફર્નાન્ડોએ 104 રનની આક્રમક ઇનીંગ રમી હતી. આ આક્રમક ઇનીંગની સાથે આવીષ્કાએ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને વિરાટ કોલહીને પણ પાછળ છોડી દીધા છે. આ મેચમાં શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડિઝ સામે 338 રન નોંધાવ્યા હતા.

શ્રીલંકા માટે વર્લ્ડ કપમાં સદી ફટકારનાર આવીષ્કા યુવા બેટ્સમેન બન્યો
વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચાં આવીષ્કા વર્લ્ડકપમાં શ્રીલંકા માટે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. તેણે 21 વર્ષ 87 દિવસની ઉંમરે આ કારનામું કર્યું હતું.


આ પહેલા આ રેકોર્ડ લાહિરૂ થિરિમાનેના નામે હતો. તેણે 25 વર્ષની ઉંમરે વર્લ્ડકપમાં સદી ફટકારી હતી. આ ઉપરાંત આવીષ્કા વર્લ્ડકપમાં સદી ફટકાનારો ત્રીજો સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. વર્લ્ડકપમાં સૌથી યુવા વયે સદી ફટકારવાનો રેકોર્ડ આયર્લેન્ડના પોલ સ્ટિરલિંગના નામે છે. તેણે 20 વર્ષ 196 દિવસની વયે આ સિદ્ધી મેળવી હતી. બીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ છે. તેણે 21 વર્ષ 76 દિવસે આ સિદ્ધી મેળવી હતી.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

આવીષ્કાએ કોહલીને પાછળ છોડ્યો
ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ 22 વર્ષ 106 દિવસ અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે 22 વર્ષ 300 દિવસની વયે આ ઉપલબ્ધિ મેળવી હતી. આ બંને અનુક્રમે ચોથા અને પાંચમા નંબરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK