બાંગ્લાદેશ સામેની મેચમાં ફેમસ થયેલા 87 વર્ષના દાદી માટે સારા સમાચાર !!

Published: Jul 03, 2019, 14:33 IST

anand mahindra announces to bare expense of 87 year old cricket fan charulata patel

87 વર્ષના દાદી માટે સારા સમાચાર
87 વર્ષના દાદી માટે સારા સમાચાર

વર્લ્ડકપમાં મંગળવારે રમાયેલી ભારત અને બાંગ્લાદેશની મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી હતી. ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં આવેલી એક ગુજરાતી ફેને સૌનું દિલ જીતી લીધું હતું. 87 વર્ષના દાદી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ જોવા આવ્યા ત્યારે સૌ કોઈનું ધ્યાન તેમની પર ગયું હતું અને તેમના આ ઉમરે મેચ માટેના પ્રેમને આવકાર્યો હતો. ભારતીય ટીમના સ્ટાર પ્લેયર વિરાટ કોહલી અને રોહિત શર્મા મેચ પછી આ દાદીને મળવા પહોચ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.

87 વર્ષના દાદી માટે હવે મહિન્દ્ર એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન સારા સમાચાર લઈને આવ્યા છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મેચ જોવા આવેલા દાદી થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એટલા ફેમસ થયા હતા કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરેમન આનંદ મહિન્દ્રાએ દાદીના ક્રિકેટ પ્રેમને આવકારા તેમની બધી જ મેચોની ટિકિટનો ખર્ચો ઉપાડવાની જાહેરાત કરી છે. આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર પોસ્ટ કરતા કહ્યું હતું કે, આ દાદી કોણ છે, શોધો હું પ્રોમિસ કરું છું કે તેમની આવનારી ભારતની બધી જ મેચોનો ખર્ચો હું ઉપાડીશ.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK