World Cup 2019 : જાડેજાનો આ કેચ જોયા બાદ બધા જ કહીં રહ્યા છે કે કેમ તે ટીમમાં નથી

London | Jun 30, 2019, 18:18 IST

જેસન રોયની વિકેટ માટે ધોનીની આલોચના કરી રહ્યા હતા. પરંતુ થોડા જ સમયમાં જેસન રોયની વિકેટની ભરપાઇ થઇ ગઇ હતી. આ ભરપાઇ રવીન્દ્ર જાડેજાના સુંદર કેચે કર્યો હતો.

World Cup 2019 : જાડેજાનો આ કેચ જોયા બાદ બધા જ કહીં રહ્યા છે કે કેમ તે ટીમમાં નથી
રવીન્દ્ર જાડેજા

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનની મેચમાં ઇગ્લેન્ડ ટીમે સારી શરૂઆત કરી હતી. ઓપનર જેસન રોય અને બૈયરસ્ટો વચ્ચે પહેલી વિકેટ માટે 160 રનની ભાગીદારી નોંધાવી હતી. એક સમયે લોકો જેસન રોયની વિકેટ માટે ધોનીની આલોચના કરી રહ્યા હતા. પરંતુ થોડા જ સમયમાં જેસન રોયની વિકેટની ભરપાઇ થઇ ગઇ હતી. આ ભરપાઇ રવીન્દ્ર જાડેજાના સુંદર કેચે કર્યો હતો.

Ravindra Jadeja
સ્પાઇડર મેન રવીન્દ્ર જાડેજાએ તમામને ચોકાવી દીધા
મેચમાં 23મી ઓવરમાં ટીમ ઇન્ડિયાના સ્પાઇડર મેન એવા રવીન્દ્ર જાડેજાએ જબરદસ્ત કેચ પકડીને લોકોને ચોકાવી દીધા હતા. કુલદીપ યાદવ 4 ઓવરમાં 46 રન આપી ચુક્યો હતો. મેચની 23મી ઓવરમાં જેસન રોય પહેલા બોલમાં જ સ્ટ્રેટમાં છગ્ગો ફટકાર્યો. પણ બોલ બાઉન્ટ્રી લાઇનના થોડા પહેલા જ પહેલા બોલ પડવાનો હતો. હજું બોલ જમીનમાં પડવા જઇ જ રહ્યો હતો ત્યા સ્પાઇડર મેનની જેમ સબસ્ટીટ્યુટમાં આવેલા રવીન્દ્ર જાડેજાએ સુંદર ડાઇવ મારીને બોલ પકડી લીધો અને લોકો થોડી ક્ષણો માટે જોતા જ રહી ગયા. આમ જેસન રોય 66 રને આઉટ થઇ ગયો હતો. તમામ લોકોએ જાડેજાના કેચને વધાવી લીધો હતો.

શું તમે સ્પાઇડર મેન રવીન્દ્ર જાડેજાનો કેચ જોયો ? તો જોઇ લો અહીં

તમામ લોકોમાં એક જ પ્રશ્ન : જાડેજા કેમ ટીમની બહાર છે
સુંદર કેચ પકડ્યા બાદ તમામ ક્રિકેટ પ્રેમીઓમાં એક જ પ્રશ્ન આવે છે કે રવીન્દ્ર જાડેજા ટીમની બહાર કેમ છે. જો લોકેશ રાહુલને ઇજા પહોંચી ન હોત તો રવીન્દ્ર જાડેજા મેદાન પર આવ્યો ન હોત. એટલે જાડેજાએ જે રીતે કેચ પકડ્યો એ જોયા બાદ તમામ લોકોને આ વિચારવા માટે મજબુર કરી દે છે. જોકે આ બધી બાબતમાં સૌથી વધુ ખુશી તો ધોનીને થઇ હશે. કારણ કે જો જેસન રોય મોટી ઇનીંગ રમ્યો હોત તો લોકો ધોનીની આલોચના કરવા માટે કોઇ કસર ન છોડી હોત.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ


Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK