કુંબલે બાદ ગાંગુલી-ગંભીરે પણ ટેસ્ટમાં ઓપનિંગ માટે આ ખેલાડીની પસંદગી કરી હતી

Published: Sep 12, 2019, 20:10 IST | Mumbai

ઉલ્લેખનીય છે કે આ પહેલા પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. સૌરવ ગાંગુલીના મતે હવે રોહિત શર્માને કેએલ રાહુલની જગ્યાએ ટેસ્ટ રમવા માટે તક આપવા જણાવ્યું હતું. ગાંગુલીએ વધુમાં કહ્યું હતું કે મેં આ પહેલા પણ કહ્યું છે.

સૌરવ ગાંગુલી અને ગૌતમ ગંભીર
સૌરવ ગાંગુલી અને ગૌતમ ગંભીર

Mumbai : ભારતીય ટીમે તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર જીત મેળવી હતી. ત્યાર બાદ ભારતે દક્ષિણ આફ્રિકા સામેની સ્થાનિક ટેસ્ટ શ્રેણી રમશે અને આ ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત પણ થઇ ગઇ છે. મહત્વનું છે કે જેની સૌ કોઇ ક્રિકેટ પ્રેમીઓ ચર્ચા કરી રહ્યા હતા તે આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલ લોકેશ રાહુલની જગ્યાએ રોહિત શર્માને ટેસ્ટ મેચમાં ઓપનીંગની તક આપવામાં આવે. આ પ્રમાણે જ પસંદગી કર્તાઓએ રોહિત શર્માને ટેસ્ટમાં તક આપી.

રોહિત ટેસ્ટમાં ઓપનર તરીકે શ્રેષ્ઠ ખેલાડી છે : ગાંગુલી
ઉલ્લેખનીય છે કે આ પહેલા પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. સૌરવ ગાંગુલીના મતે હવે રોહિત શર્માને કેએલ રાહુલની જગ્યાએ ટેસ્ટ રમવા માટે તક આપવા જણાવ્યું હતું. ગાંગુલીએ વધુમાં કહ્યું હતું કે મેં આ પહેલા પણ કહ્યું છે અને ફરી એક વાર હું પુનરાવર્તન કરવા માંગુ છું કે રોહિત ટેસ્ટમાં ઓપનર તરીકે ટીમ ઇન્ડિયામાં શ્રેષ્ઠ ખેલાડી છે.

આ પણ જુઓ : પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

ગાંગુલી બાદ ગૌતમ ગંભીરે પણ પોતાનો સુર પુરાવ્યો છે
હવે ગાંગુલી સાથે સંમત થતાં પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર પણ તેમના સમર્થનમાં આવ્યો છે. ગૌતમ ગંભીરએ કહ્યું કે, જે ખેલાડીએ વન ડેમાં 27 સદી ફટકારી છે અને વર્લ્ડ કપમાં તેણે 5 સદી ફટકારી છે. તો આવા ખેલાડી ટેસ્ટમાં બેંચ પર કેવી રીતે બેસી શકે. ગંભીરે વધુમાં કહ્યું કે રોહિત શર્માને ટેસ્ટમાં રમાડવો જોઇએ.

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

કુંબલે પણ રોહિતના સપોર્ટમાં સામે આવ્યો હતો
રોહિત શર્માને લઇને પુર્વ દિગ્ગજ ક્રિકેટર અનિલ કુંબલેએ પણ પહેલા પોતાનું નિવેદન આપી ચુક્યો છે. અનિલ કુંબલેએ રોહિતને ઓપનિંગ આપવાની કવાયત પણ કરી હતી. કુંબલેએ કહ્યું કે તમે રોહિતને ઉપર મોકલો, તો જ તમને તેની પ્રતિભાનો સચોટ ખ્યાલ આવી શકશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK