અફઘાનિસ્તાનના યુવા વિકેટકીપર ઇકરામ અલીએ સચિનને 27 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

London | Jul 05, 2019, 15:39 IST

ઇકરામ અલીએ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો 27 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઇકરામ અલીએ વર્લ્ડ કપ 2019માં સૌથી મોટી ઇનીંગ રમી હતી.

અફઘાનિસ્તાનના યુવા વિકેટ કીપર ઇકરામ અલી ખાન
અફઘાનિસ્તાનના યુવા વિકેટ કીપર ઇકરામ અલી ખાન

London : ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલ વર્લ્ડ કપ 2019માં વધુ એક રેકોર્ડ નોંધાયો છે. આ રેકોર્ડ અફઘાનિસ્તાનના 18 વર્ષીય યુવા વિકેટકીપર ઇકરામ અલી ખિલે નોંધાવ્યો છે. ઇકરામ અલીએ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો 27 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઇકરામ અલીએ વર્લ્ડ કપ 2019માં સૌથી મોટી ઇનીંગ રમી હતી. આ મામલામાં તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો અને પોતાના નામે કરી લીધો હતો. રેકોર્ડ તોડ્યા બાદ જણાવ્યું કે તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને ખુશ છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ઇકરામે ગુરૂવારે
92 બોલમાં 86 રનની આક્રમક ઈનિંગ રમીને તેંડુલકરનો 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. તેંડુલકરે 18 વર્ષની ઉંમરમાં 1992ના વિશ્વ કપમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 84 રન બનાવ્યા હતા.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

જાણો,રેકોર્ડ તોડીને ઇકરામે શું કહ્યું.?
યુવા વિકેટકીપર
ઇકરામે કહ્યું કે, 'તેંડુલકર જેવા મહાન ખેલાડીનો રેકોર્ડ તોડવા પર મને ગર્વ છે. હું તેનાથી ઘણો ખુશ છું. ઇકરામે માન્યું કે સચિનની જગ્યાએ તેનો આદર્શ ખેલાડી ડાબા હાથનો વિકેટકીપર બેટ્સમેન સાંગાકારા છે. ઇકરામે કહ્યું, હું જ્યારે બેટિંગ કરુ છું તો મારા મગજમાં કુમાર સાંગાકારા હોય છે.' ઇકરામ પરંતુ અત્યાર સુધી સાંગાકારાને મળી શક્યો નથી. તેણે કહ્યું, 'સાંગાકારાને સ્ટ્રાઇક રોટેટ કરવા અને જ્યારે જરૂર હોય ત્યારે બાઉન્ડ્રી ફટકારવાની ક્ષમતા વિશ્વ સ્તરીય બેટ્સમેન બનાવે છે. હું તેમની પાસે આ શીખવા ઈચ્છુ છું.'

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

ઇકરામની રેકોર્ડ ઇનીંગ છતાં અફઘાનિસ્તાનને જીતાડી ન શક્યો
જો કે ઇકરામની શાનદાર ઈનિંગ છતાં તે પોતાની ટીમને જીતાડી શક્યો ન હતો. વેસ્ટ ઈન્ડિઝે અફઘાનિસ્તાનને
23 રને પરાજય આપ્યો હતો. તેની આ  ઈનિંગ વિશ્વકપમાં કોઈપણ અફઘાનિસ્તાની બેટ્સમેનની સૌથી મોટી ઈનિંગ છે. પાછલા વર્ષ અન્ડર-19 વિશ્વ કપના સેમિફાઇનલમાં પહોંચનારી અફઘાનિસ્તાન ટીમના સદસ્ય ઇકરામે કહ્યું, નવ મેચોમાં કોઈપણ બેટ્સમેન આટલી મોટી ઈનિંગ ન રમી શક્યો પરંતુ હું નિરાશ છું કે સદી ન ફટકારી શક્યો. આશા છે કે આગળ અફઘાનિસ્તાન માટે સદી ફટકારીશ."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK