World Cup 2019: ધોની 345મી વન-ડે મેચમાં માત્ર બીજીવાર સ્ટમ્પિંગ આઉટ થયો

London | Jun 22, 2019, 23:54 IST

અફઘાનિસ્તાનના બોલરો સામે ધોનીએ ધીમી ઈનિંગ રમી અને આ ઈનિંગથી ટીમ ઈન્ડિયાની સાથે-સાથે ક્રિકેટ ફેન્સ પણ નિરાશ જોવા મળ્યા હતા. ધોનીએ આ મેચમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ 52 બોલનો સામનો કરતા 28 રન બનાવ્યા અને સ્ટમ્પિંગ આઉટ થયો હતો.

World Cup 2019: ધોની 345મી વન-ડે મેચમાં માત્ર બીજીવાર સ્ટમ્પિંગ આઉટ થયો

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ભારતે 11 રને અફઘાનિસ્તાનને માંડ માડં હરાવ્યું હતું. આ જીતમાં બોલરોનો અને ખાસ કરીને જસપ્રિત બુમરાહ અને ટુર્નામેન્ટમાં પહેલી હેટ્રિક લેનાર મો. શમીનો મહત્વનો ફાળો રહ્યો હતો. પણ આ મેચમાં ધોનીએ ચાહકોને નિરાશ કર્યા હતા. અફઘાનિસ્તાનના બોલરો સામે ધોનીએ ધીમી ઈનિંગ રમી અને આ ઈનિંગથી ટીમ ઈન્ડિયાની સાથે-સાથે ક્રિકેટ ફેન્સ પણ નિરાશ જોવા મળ્યા હતા. ધોનીએ આ મેચમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ 52 બોલનો સામનો કરતા 28 રન બનાવ્યા અને સ્ટમ્પિંગ આઉટ થયો હતો. આ ધોનીના કરિયરની 345મી વનડે હતી અને આટલી મેચોમાં તે બીજીવાર સ્ટમ્પ આઉટ થયો હતો.

ધોની પોતાની 345 વનડેમાં માત્ર બીજીવાર સ્ટમ્પ આઉટ થયો ધોની 
ધોનીએ અફઘાનિસ્તાન સામે પોતાના વનડે કારકિર્દીની 345મી વનડે રમી અને આ મેચોમાં તે બે વાર માત્ર સ્ટમ્પ આઉટ થયો છે. કમાલની વાત છે કે ધોની બંન્ને વખત સ્ટમ્પ આઉટ વિશ્વકપ દરમિયાન થયો હતો. તોના વનડે કરિયરમાં પ્રથમવાર ધોની સ્ટમ્પ આઉટ વર્ષ 2011 વિશ્વકપ દરમિયાન થયો હતો ત્યારબાદ તે 12મા વિશ્વકપમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ 28મી લીગ મેચમાં સ્ટમ્પ આઉટ થયો છે. અફઘાનિસ્તાનના બોલર રાશિદ ખાને ધોનીને સ્ટમ્પ આઉટ કર્યો હતો. ધોનીએ 52 બોલ પર 28 રન બનાવ્યા અને પોતાની ઈનિંગમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની સ્ટ્રાઇક રેટ પણ 53.85ની રહી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK