નીરજ ચોપરાએ 28 ઓગસ્ટે હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયા છે. નીરજે તેના બીજા પ્રયાસમાં 88.17 મીટરનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ કર્યો હતો. તેની લીડને અંત સુધી જાળવી રાખવામાં પણ તે સફળ રહ્યો. કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન પાકિસ્તાનના અરશદ નદીમે 87.82 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો.