Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કૅનેડા સુપર 60ની બીજી સીઝનમાં કૅરિબિયન પ્લેયર્સ મચાવશે ધમાલ

કૅનેડા સુપર 60ની બીજી સીઝનમાં કૅરિબિયન પ્લેયર્સ મચાવશે ધમાલ

Published : 03 August, 2026 04:08 PM | IST | Ottawa
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુવરાજ સિંહની ભાગીદારીવાળી કૅનેડા સુપર 60 લીગની બીજી સીઝનના પ્લેયર્સ ડ્રાફ્ટમાં કાયરન પોલાર્ડ, નિકોલસ પૂરન, આન્દ્રે રસેલ સહિત અનેક સ્ટાર ખેલાડીઓની પસંદગી થતાં ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ


યુવરાજ સિંહની પાર્ટનરશિપવાળી કૅનેડા સુપર 60 લીગની બીજી સીઝનના પ્લેયર્સ ડ્રાફ્ટે આખા ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે.આ લીગમાં કાયરન પોલાર્ડ, નિકોલસ પૂરન અને આન્દ્રે રસેલ  જેવા કૅરિબિયન પ્લેયર્સની એન્ટ્રી થઈ છે. આ ટુર્નામેન્ટ ૨૯ સપ્ટેમ્બરથી ૪ ઑક્ટોબર દરમ્યાન વૅનકુવરના બીસી પ્લેસ સ્ટેડિયમમાં રમાશે. આ ડ્રાફ્ટ દરમ્યાન છ ફ્રૅન્ચાઇઝીઓએ ટુર્નામેન્ટ માટે તેમની ટીમોને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. T10 સ્ટાઇલની આ લીગની મૅચોમાં બન્ને ટીમો 60-60 બૉલ રમે છે. ટૉરોન્ટો સિક્સર્સે કાયરન પોલાર્ડને કોચ અને કૅપ્ટન બન્નેની જવાબદારી સોંપી છે. તેની ટીમમાં નિકોલસ પૂરન અને ઇમાદ વસીમ જેવા સ્ટાર ખેલાડીઓ રમશે. વૅનકુવર ઍન્કર્સની ટીમમાં મોઈન અલી, ક્રિસ જૉર્ડન, મુસ્તફિઝુર રહમાન જેવા સ્ટાર ખેલાડીઓ છે. મિસિસૉગા માસ્ટર્સ ટીમમાં સિંકદર રઝા, કૉલિન મુનરો, આઝમ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાઇટરૉક વૉરિયર્સની સ્ક્વૉડમાં ડ્વેઇન પ્રિટોરિયસ, સૅમ બિલિંગ મુખ્ય ખેલાડીઓ છે. મૉન્ટ્રીયલ રૉયલ ટાઇગર્સ માટે આન્દ્રે રસેલ, ક્રિસ લિન, ડેવિડ વિલી ધમાલ મચાવશે. બ્રૅમ્પટન બ્લિટ્ઝમાં જૉની બેરસ્ટો, ટૉમ કરૅન, માર્ટિન ગપ્ટિલ જેવા ધુંરધરો સામેલ છે. 

દિલ્હી હાઈ કોર્ટે યુવરાજ સિંહના પર્સનાલિટી રાઇટ્સનું રક્ષણ કર્યું



દિલ્હી હાઈ કોર્ટે ક્રિકેટર યુવરાજ સિંહના પર્સનાલિટી રાઇટ્સનું રક્ષણ કરતો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે સોશ્યલ મીડિયા યુઝર્સને યુવરાજ સિંહનાં નામ, ફોટો, અવાજ વગેરેનો વ્યાપારી અથવા વ્યક્તિગત લાભ માટે અનધિકૃત ઉપયોગ કરવાથી રોક્યા છે. આમાં પ્રોડક્ટનું વેચાણ અને AI-જનરેટેડ અથવા ડીપફેક કન્ટેન્ટનો સમાવેશ થાય છે. મેટા પ્લૅટફૉર્મ્સ અને અન્ય ઑનલાઇન પ્લૅટફૉર્મ્સને યુવરાજ સિંહ માટેના વાંધાજનક કન્ટેન્ટને દૂર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2026 04:08 PM IST | Ottawa | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK