છેલ્લી ૯ મૅચથી સિનર આ હરીફ સામે હાર્યો નથી. ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવે છેલ્લે ૨૦૨૩માં US ઓપનમાં સિનરને હરાવ્યો હતો.
ઇટલીના ૨૪ વર્ષના ડિફેન્ડિંગ ચૅમ્પિયન યાનિક સિનર અને જર્મનીના ૨૯ વર્ષના ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ વચ્ચે ટાઇટલ જીતવા માટે રસાકસી જોવા મળશે.
વિમ્બલ્ડન 2026 મેન્સ સિંગલ્સ ફાઇનલ આજે ભારતીય સમય અનુસાર સાંજે ૮.૩૦ વાગ્યે શરૂ થશે. ઇટલીના ૨૪ વર્ષના ડિફેન્ડિંગ ચૅમ્પિયન યાનિક સિનર અને જર્મનીના ૨૯ વર્ષના ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ વચ્ચે ટાઇટલ જીતવા માટે રસાકસી જોવા મળશે.
આ બન્ને ખેલાડીઓ વચ્ચે ૧૪ ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ છે એમાંથી યાનિક સિનર ૧૦ મૅચ અને ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ ૪ મૅચ જીત્યો છે. છેલ્લી ૯ મૅચથી સિનર આ હરીફ સામે હાર્યો નથી. ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવે છેલ્લે ૨૦૨૩માં US ઓપનમાં સિનરને હરાવ્યો હતો.
ADVERTISEMENT
વર્તમાન વિશ્વ નંબર વન યાનિક સિનર ૪ વખતનો ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા છે. તેણે ૨૦૨૪ અને ૨૦૨૫માં ઑસ્ટ્રેલિયન ઓપન, ૨૦૨૪માં US ઓપન અને ૨૦૨૫માં વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું છે.
વર્લ્ડ નંબર ફોર ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ હાલમાં જ ફ્રેન્ચ ઓપન 2026માં પહેલું ગ્રૅન્ડ સ્લૅમ જીત્યો હતો. તે આજે પહેલી વખત વિમ્બલ્ડન ફાઇનલ રમશે. ૨૦૨૦માં US ઓપન અને ૨૦૨૫માં ઑસ્ટ્રેલિયન ઓપનમાં તે એક-એક વખત ફાઇનલ મૅચ રમી ચૂક્યો છે.
