Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > યુએસ ઓપનમાં હિટલર અને નાઝીની બોલબાલા!

યુએસ ઓપનમાં હિટલર અને નાઝીની બોલબાલા!

Published : 08 September, 2023 02:39 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બુધવારે ન્યુ યૉર્કમાં ૩૫ સેલ્સિયસ તાપમાન વચ્ચે વિમેન્સ સિંગલ્સમાં મેડિસન કીઝ અને માર્કેટા વૉન્દ્રોઉસોવા વચ્ચેની મૅચની પ્રથમ ગેમમાં સ્ટૅન્ડમાં બેઠેલા એક પ્રેક્ષકને તાબડતોબ તબીબી સારવારની જરૂર પડતાં રમત આઠ મિનિટ અટકી ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મંગળવારે ન્યુ યૉર્કમાં ફ્લશિંગ મીડોઝ ખાતેના આર્થર ઍશ સ્ટેડિયમમાં યુએસ ઓપનની મૅચ ચાલી રહી હતી એ દરમ્યાન એક પ્રેક્ષકે ૨૦મી સદીના શરૂઆતથી મધ્ય ભાગ સુધી આખા વિશ્વને ભયભીત કરી મૂકનાર તેમ જ નરસંહાર કરનાર જર્મનીના વડા ઍડોલ્ફ હિટલરના સમયના નાઝીઓના શાસનની ભાષામાં કમેન્ટ કરી એ બદલ એ પ્રેક્ષકને સ્ટેડિયમમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. એ મૅચ જર્મન ખેલાડી ઍલેક્ઝાન્ડર ઝ‍્વેરેવ અને ઇટલીના યાનિક સિનર વચ્ચે હતી. ઝ‍્વેરેવ એ મૅચ જીતી ગયો હતો. જોકે ચોથા સેટમાં સ્કોર ૨-૨થી સમાન હતો ત્યારે ઝ‍્વેરેવ અચાનક ચૅર અમ્પાયર પાસે ગયો હતો અને પ્રેક્ષક તરફ હાથ બતાવીને અમ્પાયરને ફરિયાદ કરી હતી કે ‘તમારી પાછળ બેઠેલો પેલો પ્રેક્ષક હિટલર વિશેની જે જગવિખ્યાત કહેવત છે એ બોલી રહ્યો છે.’ અમ્પાયરે એ પ્રેક્ષકને અને બધા પ્રેક્ષકોને શાંત બેસવાનું કહ્યું હતું. જોકે બ્રેક પડતાં સિક્યૉરિટીના અધિકારીઓએ એ પ્રેક્ષકને બહાર કાઢી મૂક્યો હતો.

જર્મન ખેલાડી ઝ‍્વેરેવે મૅચ પછી પત્રકારોને કહ્યું હતું કે ‘મારી વિરુદ્ધ પ્રેક્ષકોમાંથી કમેન્ટ થતી હોય છે, પણ હિટલરનું નામ લઈને અગાઉ ક્યારેય ટિપ્પણી નહોતી થઈ. ટેનિસ કોર્ટની નજીક બેઠેલો આ પ્રેક્ષક તો હિટલરના સમયનું રાષ્ટ્રગીત ગાઈ રહ્યો હતો.’ ઝ‍્વેરેવ ખલેલ પહોંચી એ સાથે ચોથો સેટ હારી ગયો હતો, પણ પછી પાંચમો સેટ જીતીને ૩-૨ના તફાવતથી જીતી ગયો હતો.



વિમેન્સ મૅચ દરમ્યાન પ્રેક્ષકને તબીબી સારવાર આપવામાં આવતાં આઠ મિનિટ રમત અટકી પડી


બુધવારે ન્યુ યૉર્કમાં ૩૫ સેલ્સિયસ તાપમાન વચ્ચે વિમેન્સ સિંગલ્સમાં મેડિસન કીઝ અને માર્કેટા વૉન્દ્રોઉસોવા વચ્ચેની મૅચની પ્રથમ ગેમમાં સ્ટૅન્ડમાં બેઠેલા એક પ્રેક્ષકને તાબડતોબ તબીબી સારવારની જરૂર પડતાં રમત આઠ મિનિટ અટકી ગઈ હતી. ચૅર-અમ્પાયરને ઘટનાની જાણ થતાં તેમણે રમત અટકાવી હતી અને અટેન્ડન્ટને ફર્સ્ટ-એઇડ બૉક્સ લાવવા કહ્યું હતું. લોઅર-લેવલ સીટમાં બેઠેલા એ પ્રેક્ષકની તબિયત જાણવા ટુર્નામેન્ટ રેફરી જૅક ગાર્નર પણ દોડી આવ્યા હતા. ખુદ પ્લેયર મેડિસન કીઝ બીમાર પ્રેક્ષક માટે બે ટૉવેલ અને પાણીની બૉટલ લઈ આવી હતી.

પ્રેક્ષકને વધુ સારવાર માટે ક્લિનિક લઈ જવાયો હતો અને મેડિસન કીઝે મૅચ પછી ડૉક્ટરને પેલા પ્રેક્ષકની તબિયત વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે ‘તેમને હવે ઘણું સારું છે અને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે.’ મેડિસન કીઝ આ મૅચ ૬-૧, ૬-૪થી જીતીને સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2023 02:39 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK