Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > News In Shorts: ઉમરાન મલિક ભારતનો ગ્રેટ બોલર બનશે- ચામિન્ડા વાસ

News In Shorts: ઉમરાન મલિક ભારતનો ગ્રેટ બોલર બનશે- ચામિન્ડા વાસ

19 May, 2022 02:02 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ચામિન્ડા વાસે કહ્યું છે કે ભારતનો અને સનરાઇઝર્સ હૈદરાબાદનો હાલનો ફાસ્ટેસ્ટ બોલર ઉમરાન મલિક ભારતનો ગ્રેટ બોલર બનશે.

ઉમરાન મલિક

ઉમરાન મલિક


શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ચામિન્ડા વાસે કહ્યું છે કે ભારતનો અને સનરાઇઝર્સ હૈદરાબાદનો હાલનો ફાસ્ટેસ્ટ બોલર ઉમરાન મલિક ભારતનો ગ્રેટ બોલર બનશે. જમ્મુના ઉમરાને આઇપીએલની વર્તમાન સીઝનમાં સતત કલાકે ૧૫૦ કરતાં વધુ ઝડપે બૉલ ફેંક્યા છે. કલાકે ૧૫૭ કિલોમીટરની આસપાસની સ્પીડનો તેનો બૉલ આઇપીએલમાં ફાસ્ટેસ્ટ ગણાય છે. તેણે કુલ ૨૧ વિકેટ લીધી છે અને પચીસ રનમાં પાંચ વિકેટ તેનો બેસ્ટ પર્ફોર્મન્સ છે.પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ ચામિન્ડા વાસે મુંબઈમાં મંગળવારે કહ્યું કે ‘ઉમરાનની બોલિંગ પ્રત્યેક દિવસે સુધરતી જોવા મળી છે. મેં તેને ગઈ આઇપીએલમાં પણ જોયો હતો. તેની બોલિંગ મને વધુ ને વધુ સચોટ બનતી લાગી રહી છે. મારું માનવું છે કે જો તેને મોકો અપાશે તો તે ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહનો સાથી ઓપનિંગ બોલર બની શકે.’

આજે ગુજરાત સામે જીતો, શનિવારે દિલ્હીની હાર માટે પ્રાર્થના કરો : બૅન્ગલોર માટે  એકમાત્ર ઉપાય



રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ટીમ ૧૪ પૉઇન્ટ અને -૦.૩૨૩ના રન-રેટ સાથે પાંચમા સ્થાને સારી સ્થિતિમાં છે, 
પરંતુ એના માટે અત્યારે બે મોટાં ટેન્શન છે. આજે બૅન્ગલોરે વાનખેડેમાં મોખરાની ટીમ ગુજરાત ટાઇટન્સને હરાવવી પડશે અને પછી શનિવારે મુંબઈ સામે દિલ્હીનો પરાજય થાય એ માટે પ્રાર્થના પણ કરવી પડશે.એટલું જ નહીં, બૅન્ગલોરે આજે મોટા માર્જિનથી જીતવું પડશે. જોકે પ્લે-ઑફમાં અને ટોચનાં બે સ્થાનમાં જામી ગયેલી હાર્દિક પંડ્યાની ટીમ સામે મોટા તફાવતથી જીતવું આસાન નથી. આજે કૅપ્ટન ડુ પ્લેસી, વિરાટ અને મૅક્સવેલ મોટી ઇનિંગ્સ રમે તો જ બૅન્ગલોરની નૈયાને બરાબર પાડી શકાશે એમ કહી શકાય.
આઇપીએલમાં મોહમ્મદ શમીએ પાંચ વાર વિરાટ કોહલીને કુલ ૬૦ બૉલમાં આઉટ કર્યો છે.


મુશ્ફિકુર ૫૦૦૦ રન બનાવનાર પ્રથમ બંગલાદેશી

શ્રીલંકા સામે ચટગ્રામમાં ગઈ કાલે પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે યજમાન બંગલાદેશે પહેલા દાવમાં ૪૬૫ રન બનાવીને ૬૮ રનની લીડ લીધી હતી અને ત્યાર બાદ શ્રીલંકાએ બીજા દાવમાં બે વિકેટે ૩૯ રન બનાવ્યા હતા. આજે મોટા ભાગે તો મૅચ ડ્રૉમાં જવાની સંભાવના છે. દરમ્યાન મુશ્ફિકુર રહીમ ટેસ્ટ-ક્રિકેટમાં ૫૦૦૦ રન બનાવનાર પ્રથમ બંગલાદેશી પ્લેયર બન્યો છે. તમીમ ઇકબાલ ૪૯૮૧ રન સાથે બીજા ક્રમે છે. રહીમે ગઈ કાલે ૧૦૫ રન અને લિટન દાસે ૮૮ રન બનાવ્યા હતા.


કમલેશ જૈન ભારતના હેડ ફિઝિયો બને એવી શક્યતા

હાલમાં કલકત્તા નાઇટ રાઇડર્સ સાથે સંકળાયેલા કમલેશ જૈન ભારતીય ક્રિકેટ ટીમના હેડ ફિઝિયોથેરપિસ્ટ બને એવી સંભાવના ચર્ચાઈ રહી છે. ચેન્નઈસ્થિત જૈનના કામકાજથી હેડ-કોચ રાહુલ દ્રવિડ, એનસીએના ચીફ વીવીએસ લક્ષ્મણ અને ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહ પ્રભાવિત થયા છે. કહેવાય છે કે જૈનને મૌખિક રીતે નિયુક્તિની વાત કરી દેવામાં આવી છે. તેઓ નીતિન પટેલનું સ્થાન લેશે.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2022 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK