વર્લ્ડ બૅડ્મિન્ટન ચૅમ્પિયનશિપની ક્વૉર્ટર ફાઇનલમાં ૧૧ વર્ષે વિમેન્સ ડબલ્સની ભારતીય જોડીએ એન્ટ્રી મારી છે. આજે દિલ્હીમાં બપોરે ટ્રીસા જૉલી અને ગાયત્રી ગોપીચંદની જોડી ક્વૉર્ટર ફાઇનલમાં ચીનની જોડી સામે ટકરાશે.
વર્લ્ડ ચૅમ્પિયનશિપની ક્વૉર્ટર ફાઇનલમાં ૧૧ વર્ષ પછી ભારતની વિમેન્સ જોડીની એન્ટ્રી
વર્લ્ડ બૅડ્મિન્ટન ચૅમ્પિયનશિપની ક્વૉર્ટર ફાઇનલમાં ૧૧ વર્ષે વિમેન્સ ડબલ્સની ભારતીય જોડીએ એન્ટ્રી મારી છે. આજે દિલ્હીમાં બપોરે ટ્રીસા જૉલી અને ગાયત્રી ગોપીચંદની જોડી ક્વૉર્ટર ફાઇનલમાં ચીનની જોડી સામે ટકરાશે.
રાઉન્ડ ઑફ 16ની મૅચમાં ટ્રીસા અને ગાયત્રીએ વર્લ્ડ નંબર સેવન એવી જપાનની જોડી સામે ૨૧-૧૬, ૨૧-૧૨ના સ્કોર સાથે જીત નોંધાવી હતી. અગાઉ ૨૦૧૫માં અશ્વિની પોનપ્પા અને જ્વાલા ગુટ્ટા વિમેન્સ ડબલ્સની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચનારી છેલ્લી જોડી બન્યાં હતાં.
ટ્રીસાની ઈજા બાદ વાપસી કરી રહેલી વિશ્વની ૩૯મા ક્રમાંકિત આ ભારતીય જોડી નિયંત્રિત પ્રદર્શન કરીને વર્લ્ડ ચૅમ્પિયનશિપ મેડલ મેળવવાથી એક જીતની નજીક પહોંચી ગઈ છે.
આયુષ શેટ્ટીની હાર સાથે મેન્સ સિંગલ્સ અભિયાનનો અંત થયો
ભારતના પ્રભાવશાળી શટલર આયુષ શેટ્ટીની પહેલી વર્લ્ડ ચૅમ્પિયનશિપની જર્ની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં સમાપ્ત થઈ હતી. ગઈ કાલે રાઉન્ડ ઑફ 16ની મૅચમાં વર્લ્ડ નંબર બાવીસ એવા આયુષ શેટ્ટીને ઇન્ડોનેશિયાના હરીફ સામે ૧૯-૨૧, ૧૧-૨૧થી હારનો સામનો કરવો પડ્યો.
વર્લ્ડ નંબર વન પ્લેયરને હરાવીને ટુર્નામેન્ટની શાનદાર શરૂઆત કરનાર આયુષ શેટ્ટીની હાર સાથે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતના મેન્સ સિંગલ્સ અભિયાનનો અંત થયો છે. બુધવારે ભારતનો લક્ષ્ય સેન મેન્સ સિંગલ્સની રાઉન્ડ ઑફ 32ની મૅચમાં અમેરિકાના હરીફ સામે હારીને બહાર થયો હતો.
