બત્રા સ્થાનિક ટુર્નામેન્ટમાં સતત ગેરહાજર રહેતી હોવાથી સિલેક્ટર્સે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે
મનિકા બત્રા
૩૧ વર્ષની મનિકા બત્રાને જપાનમાં આયોજિત એશિયન ગેમ્સ માટેની ટેબલ ટેનિસ ટીમમાંથી દૂર કરવામાં આવી છે. સિલેક્શનના માપદંડોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જવાને કારણે ટેબલ ટેનિસ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ આ નિર્ણય લીધો છે.
ભારતની મહિલા રૅન્કિંગમાં બીજા ક્રમની અને ઇન્ટરનૅશનલ રૅન્કિંગમાં ૫૧મો ક્રમ ધરાવતી મનિકા બત્રા સ્થાનિક ટુર્નામેન્ટમાં સતત ગેરહાજર રહેતી હોવાથી સિલેક્ટર્સે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેના સ્થાને ઇન્ટરનૅશનલ રૅન્કિંગમાં ૪૫મો ક્રમ ધરાવતી યંગ શ્રીજા અકુલા મહિલા ટીમનું નેતૃત્વ કરશે. મનિકા બત્રાને રિઝર્વ ખેલાડીઓના લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
