શુક્રવારે આ જોડીએ ક્વૉર્ટર ફાઇનલમાં ડેન્માર્કના જેપી બે અને લાસ્સે મોલહેડની જોડીને ૫૪ મિનિટમાં ૧૫-૨૧, ૨૧-૧૧ અને ૨૧-૧૪થી હરાવી હતી

સાત્વિક અને ચિરાગ સ્વિસ ઓપનની સેમી ફાઇનલમાં
ભારતીય બૅડ્મિન્ટન જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી બૅસેલમાં રમાઈ રહેલી સ્વિન ઓપન સુપર સિરીઝ ૩૦૦ની સેમી ફાઇનલમાં પ્રવેશ્યા છે. શુક્રવારે આ જોડીએ ક્વૉર્ટર ફાઇનલમાં ડેન્માર્કના જેપી બે અને લાસ્સે મોલહેડની જોડીને ૫૪ મિનિટમાં ૧૫-૨૧, ૨૧-૧૧ અને ૨૧-૧૪થી હરાવી હતી. હાલમાં આ સ્પર્ધામાં તેઓ એકમાત્ર ભારતીય દાવેદાર તરીકે બચ્યા છે. પી. વી. સિંધુ અને અને લક્ષ્ય સેન જેવાં ખેલાડીઓ હારીને આ સ્પર્ધામાંથી બહાર થઈ ગયાં છે. ઑલ ઇન્ગ્લૅન્ડ ચૅમ્પિયનશિપમાં શરૂઆતના જ રાઉન્ડમાં બહાર થઈ જનાર ભારતીય જોડીએ આ વખતે સારી વાપસી કરી છે.