Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સુશીલકુમાર દેશનો બેસ્ટ રેસલર : પુનિયા

સુશીલકુમાર દેશનો બેસ્ટ રેસલર : પુનિયા

28 August, 2021 02:13 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુશીલની દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં ભૂતપૂર્વ જુનિયર નૅશનલ રેસલિંગ ચૅમ્પિયનની કથિત હત્યા સંદર્ભે દિલ્હીમાં પોલીસે ધરપકડ કરી છે.

સુશીલકુમાર અને બજરંગ પુનિયા

સુશીલકુમાર અને બજરંગ પુનિયા


ઑલિમ્પિકમાં બૉન્ઝ મેડલ જીતનાર બજરંગ પુનિયાના મતે હાલમાં જેલમાં રહેલો સુશીલકુમાર દેશનો બેસ્ટ પહેલવાન છે, કારણ કે તેણે ૫૬ વર્ષ બાદ ૨૦૦૮ બીજિંગ ઑલિમ્પિક્સમાં મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું. દિલ્હી મેટ્રો સિક્યૉરિટી યુનિટ ઑફ સીઆઇએસએફ દ્વારા આયોજિત સન્માન સમારોહને સંબોધતાં તેણે કહ્યું હતું કે ‘તાજેતરના ટોક્યો ઑલિમ્પિક્સમાં હું મારા શ્રેષ્ઠ ફૉર્મમાં નહોતો, કારણ કે તૈયારી દરમ્યાન હું ઈજાગ્રસ્ત થયો હતો. ૨૦૨૪ના ઑલિમ્પિક્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો પ્રયાસ કરીશ. જીવનમાં તમે આકરી મહેનત કરો તો કશુંય અશક્ય નથી.’

સુશીલની દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં ભૂતપૂર્વ જુનિયર નૅશનલ રેસલિંગ ચૅમ્પિયનની કથિત હત્યા સંદર્ભે દિલ્હીમાં પોલીસે ધરપકડ કરી છે. વૈશ્વિક સ્પર્ધાઓમાં ભારતના પ્રદર્શનને સુધારવા માટે શું કરવું જોઈએ એ વિશે બોલતાં બજરંગે કહ્યું કે પહેલાં તો વાલીઓએ પોતાનાં બાળકોને રમતમાં પ્રોત્સાહન આપવું જોઈએ. તેઓ જ તેના પહેલા ગુરુ અને કોચ છે. તેમની મદદ વગર કશું શક્ય નથી.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2021 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK