૪૪ વર્ષની સેરેના વિલિયમ્સે સારવાર દરમ્યાનના ફોટો શૅર કર્યા
સેરેના વિલિયમ્સ ઇન્જરીને કારણે વિમ્બલ્ડનમાંથી ખસી ગઈ
લગભગ ૪ વર્ષ પછી પ્રોફેશનલ ટેનિસમાં પરત ફરી રહેલી સેરેના વિલિયમ્સે ઘૂંટણની ઇન્જરીને કારણે વિમ્બલ્ડન ડબલ્સ ટુર્નામેન્ટમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. તેની બહેન વિનસ સાથે તે ડબલ્સ ઇવેન્ટના પ્રથમ રાઉન્ડમાં રમવાની હતી.
અગાઉ વિમ્બલ્ડનના સિંગલ્સ ઇવેન્ટની શરૂઆતની મૅચમાં જ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ૪૪ વર્ષની સેરેના વિલિયમ્સે સારવાર દરમ્યાનના ફોટો શૅર કરીને લખ્યું કે ‘સમગ્ર ટુર્નામેન્ટ ટીમની ખૂબ આભારી છું કે તેમણે મને અહીં રમવાની દરેક તક આપી. ચાહકોનો પણ આભાર તમારા જબરદસ્ત સમર્થન માટે અને આ વાપસીને યાદગાર બનાવવા બદલ.’
