સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય શટલર્સ જોડીએ રવિવારે સિંગાપોર બૅડ્મિન્ટન ઓપનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો
સાત્વિક-ચિરાગ
સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય શટલર્સ જોડીએ રવિવારે સિંગાપોર બૅડ્મિન્ટન ઓપનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ડબલ્સ ઇવેન્ટમાં ભારત માટે આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. અગાઉના ત્રણ ગોલ્ડ મેડલ સિંગલ્સ ઇવેન્ટમાં આવ્યા હતા. ૭૩ મિનિટની થ્રિલિંગ ફાઇનલ મૅચમાં ભારતીય જોડીએ ફજર આલ્ફિયાન અને મુહમ્મદ શોહિબુલ ફિકરીની ઇન્ડોનેશિયન જોડીને ૧૮-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૬થી હરાવીને વિજય મેળવ્યો હતો. બે વર્ષ બાદ સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી કોઈ ફાઇનલ મૅચ જીત્યા છે.
