Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ફાઇનલ દરમ્યાન આશિષ નેહરા પગના નખ કાપતો જોવા મળ્યો

ફાઇનલ દરમ્યાન આશિષ નેહરા પગના નખ કાપતો જોવા મળ્યો

Published : 02 June, 2026 01:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

PL મૅચ દરમ્યાન ગુજરાત ટાઇટન્સના ડગઆઉટમાં હાજર હેડ કોચ આશિષ નેહરાની હરકતો હંમેશાં ચર્ચામાં રહે છે.

નખ કાપતો આશિષ નેહરા

નખ કાપતો આશિષ નેહરા


IPL મૅચ દરમ્યાન ગુજરાત ટાઇટન્સના ડગઆઉટમાં હાજર હેડ કોચ આશિષ નેહરાની હરકતો હંમેશાં ચર્ચામાં રહે છે. ફુટબૉલ ટીમના મૅનેજરની જેમ હંમેશાં ખડેપગે ખેલાડીઓને મેદાન પર સૂચનો કરતો ભારતનો આ ભૂતપૂર્વ પેસ બોલર રવિવારે ફાઇનલ મૅચ દરમ્યાન અલગ અંદાજમાં જોવા મળ્યો હતો.

બૅન્ગલોરના મજબૂત બોલિંગ-યુનિટ સામે ગુજરાતની બૅટિંગ લાઇનઅપનું સુરસુરિયું જોયા બાદ આશિષ નેહરા પોતાના પગના નખ કાપતો જોવા મળ્યો હતો.

હેડ કોચ તરીકે ગુજરાતને પાંચ સીઝનમાંથી ૪ વખત પ્લેઑફ સુધી લઈ ગયો 
૨૦૨૨થી હમણાં સુધી ગુજરાત ટાઇટન્સનો હેડ કોચ આશિષ નેહરા છે. તેના કોચિંગ હેઠળ પહેલાં બે વર્ષ હાર્દિક પંડ્યા અને બાકીની ત્રણ સીઝનમાં શુભમન ગિલ કૅપ્ટન રહ્યો. બન્ને કૅપ્ટન સાથે મળીને તે ગુજરાતને પાંચ સીઝનમાં ૪ વખત પ્લેઑફ સુધી અને ૩ વખત ફાઇનલ સુધી લઈ ગયો. અગાઉ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ ૨૦૨૨માં ચૅમ્પિયન બની અને ૨૦૨૩માં રનર-અપ રહી. શુભમન ગિલની કૅપ્ટન્સીમાં ટીમ ૨૦૨૪માં પૉઇન્ટ્સ-ટેબલમાં આઠમા ક્રમે રહી, જ્યારે ૨૦૨૫માં એલિમિનેટર મૅચ સુધી પહોંચ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2026 01:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK