Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > વુશુ ખેલાડી રોશિબિના દેવીએ સેમી-ફાઇનલમાં પહોંચીને ભારત માટે સતત ત્રીજો મેડલ નિશ્ચિત કર્યો

વુશુ ખેલાડી રોશિબિના દેવીએ સેમી-ફાઇનલમાં પહોંચીને ભારત માટે સતત ત્રીજો મેડલ નિશ્ચિત કર્યો

Published : 23 September, 2026 11:39 AM | IST | Nagoya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતની રોશિબિના દેવીએ વુશુની ૬૦ કિલોની ક્વૉર્ટર ફાઇનલમાં મકાઉની હરીફને હરાવીને એશિયન ગેમ્સમાં દેશ માટે મેડલ નિશ્ચિત કર્યો. તે અગાઉ ૨૦૧૮માં બ્રૉન્ઝ અને ૨૦૨૨માં સિલ્વર મેડલ જીતી ચૂકી છે. હવે તેની નજર વધુ એક ગોલ્ડ મેડલ જીતવા પર જ છે.

વુશુ ખેલાડી રોશિબિના દેવી

વુશુ ખેલાડી રોશિબિના દેવી


ભારતની રોશિબિના દેવીએ ચાઇનીઝ માર્શલ આર્ટ રમત વુશુની સ્પર્ધામાં મકાઉની હરીફને ૬૦ કિલોની ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં હરાવીને એશિયન ગેમ્સમાં દેશ માટે મેડલ નિશ્ચિત કર્યો. અગાઉ તેણે ૨૦૧૮માં બ્રૉન્ઝ મેડલ અને ૨૦૨૨માં સિલ્વર મેડલ જીત્યો હતો.

એશિયન ગેમ્સમાં ભારત માટે મહત્ત્વપૂર્ણ અપડેટ



 ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં ભારતનું અભિયાન સમાપ્ત થયું છે. વિમેન્સ ટીમને ક્વૉર્ટર ફાઇનલમાં નૉર્થ કોરિયા સામે ૦-૩થી હારનો સામનો કરવો પડ્યો. રાઉન્ડ ઑફ 16માં ભારતની મેન્સ ટીમ સાઉથ કોરિયા સામે ૦-૩થી હારી હતી. 
 ભારતની મેન્સ કબડ્ડી ટીમે ગઈ કાલે સાઉથ કોરિયા સામે ૬૩-૩૧ના સ્કોરથી જીત નોંધાવી હતી. મેન્સ ટીમ આજે બંગલાદેશ સામે રમશે. બંગલાદેશ સામેની જીતથી વિજયી શરૂઆત કરનાર ભારતની વિમેન્સ કબડ્ડી ટીમ આજે પોતાની બીજી મૅચ ઇરાન સામે રમશે. 


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2026 11:39 AM IST | Nagoya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK