ગઈ કાલે જાહેર કરવામાં આવેલા સિંગલ્સના બીડબ્લ્યુએફ વર્લ્ડ રૅન્કિંગ્સ મુજબ એપ્રિલમાં ટૉપ-ટેનની બહાર જતી રહેલી સિંધુ હવે આ અઠવાડિયે કૅનેડા ઓપનમાં રમશે.
ગઈ કાલે હૈદરાબાદમાં બંગલાની ટેરેસ પર બર્થ-ડે બૉય ભત્રીજા સાથે સિંધુ.
હૈદરાબાદમાં રહેતી પી. વી. સિંધુ ૨૦૧૯માં વિમેન્સ બૅડ્મિન્ટનમાં વર્લ્ડ ચૅમ્પિયન બની હતી, પરંતુ ત્યાર બાદ ધીમે-ધીમે તેનો પર્ફોર્મન્સ નબળો પડતો ગયો અને ઈજા પણ નડી, જેને કારણે તેણે અમુક ટુર્નામેન્ટ ગુમાવવી પડી. સિંધુ ૨૦૧૭માં પોતાના સૌથી સારા સેકન્ડ રૅન્ક પર પહોંચી ગઈ હતી, પણ હવે છેક ૧૫મા સ્થાને પહોંચી ગઈ છે. ગઈ કાલે જાહેર કરવામાં આવેલા સિંગલ્સના બીડબ્લ્યુએફ વર્લ્ડ રૅન્કિંગ્સ મુજબ એપ્રિલમાં ટૉપ-ટેનની બહાર જતી રહેલી સિંધુ હવે આ અઠવાડિયે કૅનેડા ઓપનમાં રમશે.
ડબલ્સમાં ભારતના સાત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી વર્લ્ડ નંબર-થ્રી છે. મેન્સ સિંગલ્સમાં એચ. એસ. પ્રણોય વિશ્વમાં આઠમા નંબરે તેમ જ લક્ષ્ય સેન ૧૯મા અને ભૂતપૂર્વ નંબર-વન કિદામ્બી શ્રીકાંત અત્યારે ૨૦મા નંબરે છે.


