ખેલાડીઓને મેળવવા દરેક ટીમને કુલ પાંચ કરોડ રૂપિયાની ટોચમર્યાદા અપાઈ છે.
અદાણી ગ્રુપની ગુજરાત જાયન્ટ્સ ટીમે ગઈ કાલે ન્યુ યંગ પ્લેયર્સ (એનવાયપી) સિલેક્શન ટ્રાયલ યોજી હતી. અમદાવાદ, દિલ્હી અને ચેન્નઈ ખાતેની આ ટ્રાયલ્સમાં કુલ ૨૫૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. એમાં શૉર્ટ-લિસ્ટ કરાયેલા પ્લેયર્સનાં નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
પ્રો કબડ્ડી લીગ (પીકેએલ)ની ૧૦મી સીઝન માટેનું પ્લેયર-ઑક્શન આગામી ૮-૯ સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાશે. હરાજી માટેના ૫૦૦થી વધુ ખેલાડીઓમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ-૨૦૨૩ની બે ફાઇનલિસ્ટ ટીમના ૨૪ ખેલાડીઓનો સમાવેશ હશે. ખેલાડીઓને મેળવવા દરેક ટીમને કુલ પાંચ કરોડ રૂપિયાની ટોચમર્યાદા અપાઈ છે. અગાઉ ૪.૪૦ કરોડ રૂપિયાની મર્યાદા હતી. ‘એ’થી ‘ડી’ સુધીની ચાર કૅટેગરી માટેના ખેલાડીઓ માટેની બેઝ પ્રાઇસ અનુક્રમે ૩૦ લાખ રૂપિયા, ૨૦ લાખ રૂપિયા, ૧૩ લાખ રૂપિયા અને ૯ લાખ રૂપિયા છે.


