Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ચાઇના ઓપન 2026ના શેડ્યુલિંગ મામલે ભેદભાવનો આરોપ લગાવ્યો પી.વી. સિંધુએ

ચાઇના ઓપન 2026ના શેડ્યુલિંગ મામલે ભેદભાવનો આરોપ લગાવ્યો પી.વી. સિંધુએ

Published : 25 July, 2026 12:15 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનની ચેન યુફેઇ સામે રાઉન્ડ ઑફ 16માં હાર્યા બાદ ભારતીય શટલર પી.વી. સિંધુએ ચાઇના ઓપન 2026ના શેડ્યુલિંગની ટીકા કરી હતી. પી.વી. સિંધુએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર કટાક્ષ ભરેલા અંદાજમાં ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.

ચાઇના ઓપન 2026ના શેડ્યુલિંગ મામલે ભેદભાવનો આરોપ લગાવ્યો પી.વી. સિંધુએ

ચાઇના ઓપન 2026ના શેડ્યુલિંગ મામલે ભેદભાવનો આરોપ લગાવ્યો પી.વી. સિંધુએ

ચીનની ચેન યુફેઇ સામે રાઉન્ડ ઑફ 16માં હાર્યા બાદ ભારતીય શટલર પી.વી. સિંધુએ ચાઇના ઓપન 2026ના શેડ્યુલિંગની ટીકા કરી હતી. પી.વી. સિંધુએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર કટાક્ષ ભરેલા અંદાજમાં ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.

પી.વી. સિંધુએ લખ્યું કે ‘મારી બે મૅચો વચ્ચે લગભગ ૧૬ કલાકનો સમય હતો, જ્યારે ચીનની ખેલાડી ચીનની ચેન યુફેઇને ૨૪ કલાકથી વધુનો સમય મળ્યો. તેને મારી સામે રમવા પહેલાં આખો એક દિવસ રિકવરી માટે મળ્યો. એ જોઈને આનંદ થયો કે માત્ર કેટલાક લાયક લોકોની રિકવરી પ્રક્રિયાને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. હું ઇચ્છું છું કે તેઓ દરેકને સમાન તક આપે.’

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2026 12:15 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK