દિલ્હીમાં ગઈ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જપાનમાં આયોજિત એશિયન પૅરા ગેમ્સ 2026માં રેકૉર્ડબ્રેક ૧૧૪ મેડલ જીતનાર પૅરા-ઍથ્લીટ્સના વિશાળ દળ સાથે મુલાકાત કરીને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યાં હતાં.
પૅરા-ઍથ્લીટ્સને મળ્યા નરેન્દ્ર મોદી
દિલ્હીમાં ગઈ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જપાનમાં આયોજિત એશિયન પૅરા ગેમ્સ 2026માં રેકૉર્ડબ્રેક ૧૧૪ મેડલ જીતનાર પૅરા-ઍથ્લીટ્સના વિશાળ દળ સાથે મુલાકાત કરીને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યાં હતાં.
ઈન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં યોજાયેલી આ ઇવેન્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍથ્લીટ્સ સાથે વાત કરી હતી, તેમને મીઠાઈ ખવડાવી હતી અને તેમના દ્વારા મળેલી ગિફ્ટ સ્વીકારી હતી. ૩૦ ગોલ્ડ, ૩૫ સિલ્વર અને ૪૯ બ્રૉન્ઝ મેડલ સાથે ચોથા ક્રમે રહીને ભારતે એશિયન પૅરા ગેમ્સમાં પોતાનું બેસ્ટ પ્રદર્શન નોંધાવ્યું હતું.
