પૅરિસ ઑલિમ્પિક્સના આયોજકોનો અંદાજ છે કે વિશ્વભરમાં કુલ મળીને એક અબજ દર્શકો ટીવી પર પૅરિસ ઑલિમ્પિક્સની ઓપનિંગ સેરેમની માણશે.
પૅરિસ ઑલિમ્પિક્સના ઓપનિંગ માટે ભાડેથી ૧૧૬ બોટ મગાવાશે
૨૦૨૪ની ૨૬ જુલાઈએ પૅરિસમાં ઑલિમ્પિક ગેમ્સની ઓપનિંગ સેરેમની સેઇન નદીમાં અને એના કિનારા પર બંધાનારા સ્ટેજ પર કરવામાં આવશે અને નદીમાં એ દિવસે કુલ ૧૧૬ બોટ તરતી જોવા મળશે. આ ૧૧૬ બોટ ઑલિમ્પિક્સના આયોજકો રિવર કંપની પાસેથી ભાડેથી મગાવી રહ્યા છે.
પૅરિસ ઑલિમ્પિક્સના આયોજકોનો અંદાજ છે કે વિશ્વભરમાં કુલ મળીને એક અબજ દર્શકો ટીવી પર પૅરિસ ઑલિમ્પિક્સની ઓપનિંગ સેરેમની માણશે. એટલું જ નહીં, નદીની બન્ને બાજુએથી કુલ મળીને ૬ લાખ જેટલા પ્રેક્ષકો આ પ્રારંભિક સમારોહ જોશે. પહેલી જ વાર સમર ઑલિમ્પિક્સની ઓપનિંગ સેરેમની સ્ટેડિયમની બહાર યોજાશે.

