પૅરિસ ઑલિમ્પિક્સમાં ટ્રૅક ઍન્ડ ફીલ્ડ ઇવેન્ટ્સ એકથી ૧૧ ઑગસ્ટ દરમ્યાન યોજાશે.
નીરજ ચોપડા
આ વર્ષે પૅરિસ ઑલિમ્પિક્સ ૨૬ જુલાઈથી ૧૧ ઑગસ્ટ વચ્ચે અને પૅરાલિમ્પિક્સ ૨૮ ઑગસ્ટથી ૮ સપ્ટેમ્બર વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટ માટે કુલ ૫૦૪૮ મેડલ બનાવવામાં આવ્યા છે જેમાં ફ્રાન્સના પ્રખ્યાત આઇફલ ટાવરના લોખંડના ટુકડાનો ભાગ હશે. ભૂતકાળમાં આ સ્મારકના નવીનીકરણ દરમ્યાન આ લોખંડ આઇફલ ટાવરમાંથી કાઢવામાં આવ્યું હતું.
ચૅમ્પિયન જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતના ૨૮ સભ્યોની ઍથ્લેટિક્સ ટીમનું નેતૃત્વ કરશે. ભારતીય ઍથ્લેટિક્સ ટીમમાં ૧૭ પુરુષ અને ૧૧ મહિલા ખેલાડીઓ છે. પૅરિસ ઑલિમ્પિક્સમાં ટ્રૅક ઍન્ડ ફીલ્ડ ઇવેન્ટ્સ એકથી ૧૧ ઑગસ્ટ દરમ્યાન યોજાશે.

