ચાઇના ઓપનમાં નોવાક જૉકોવિચ એક પણ મૅચ હાર્યો નથી
નોવાક જૉકોવિચ
૨૪ વખતના ગ્રૅન્ડ સ્લૅમ ચૅમ્પિયન નોવાક જૉકોવિચે જાહેરાત કરી હતી કે તે ૧૧ વર્ષના લાંબા ગાળા પછી ચાઇના ઓપનમાં વાપસી કરશે. બીજિંગમાં યોજાનારી આ ATP 500 ટુર્નામેન્ટની પુરુષોની સ્પર્ધા ૩૦ સપ્ટેમ્બરથી ૬ ઑક્ટોબર દરમ્યાન યોજાશે.
ચાઇના ઓપનમાં નોવાક જૉકોવિચ એક પણ મૅચ હાર્યો નથી. તેણે આ ટુર્નામેન્ટમાં રમેલી તમામ ૨૯ મૅચ જીતી છે. તેણે ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૪ અને ૨૦૧૫ એમ ચાઇના ઓપનનાં ૬ ટાઇટલ જીત્યાં છે.
ADVERTISEMENT
છેલ્લાં કેટલાંક વર્ષોથી સર્બિયાનો ૩૯ વર્ષનો નોવાક જૉકોવિચ ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટ માટે ઊર્જા જાળવી રાખવા આવી ટુર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લેતો હતો. જોકે યુએસ ઓપનની પહેલા રાઉન્ડની હાર અને વર્લ્ડ રૅન્કિંગમાં સાત સ્થાનના નુકસાન સાથે બારમા ક્રમે આવવાને કારણે તેણે આ મોટો નિર્ણય લીધો છે.
