Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > કોરોના-પૉઝિટિવ હોવાને લીધે જૉકોવિચને મળી છૂટ

કોરોના-પૉઝિટિવ હોવાને લીધે જૉકોવિચને મળી છૂટ

09 January, 2022 01:59 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટેનિસ-સ્ટારના વકીલોએ કોર્ટમાં કરી દલીલ, ઑસ્ટ્રેલિયન ઓપનની તૈયારી માટે સુવિધા પૂરી પાડવા માટે અપીલ, સોમવારે થશે સુનાવણી

મેલબર્નમાં જૉકોવિચની અટકની વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહેલા ઑસ્ટ્રેલિયામાં રહેતા સર્બિયાના નાગરિકો

મેલબર્નમાં જૉકોવિચની અટકની વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહેલા ઑસ્ટ્રેલિયામાં રહેતા સર્બિયાના નાગરિકો


ટેનિસના સુપરસ્ટાર નોવાક જૉકોવિચને કોરોનાની ‍વૅક્સિન લેવાના નિયમમાંથી મુક્તિ આપવામાં આવે, કારણ કે તેને ડિસેમ્બરમાં કોરોના થયો હોવાનું તેના વકીલોએ ગઈ કાલે સિડની કોર્ટને જણાવ્યું હતું. ત્રણ દિવસ પહેલાં જ ઑસ્ટ્રેલિયન બૉર્ડર એજન્ટ દ્વારા તેને મેલબર્ન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. વૅક્સિન લીધા વગર પણ તેને રમવાની છૂટ આપવામાં આવે એવી તેની અરજીને નકાર્યા બાદ જૉકોવિચે ઑસ્ટ્રેલિયન ઓપનની તૈયારી કરી શકે એ માટેની સુવિધા પપૂરી પાડવા પણ જણાવ્યું હતું.
જૉકોવિચના વિઝા રદ કરવાના મામલે તેના વકીલે જણાવ્યું કે ગયા વર્ષે ૧૬ ડિસેમ્બરે તેનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. ઑસ્ટ્રેલિયાના બૉર્ડર એજન્ટ દ્વારા જૉકોવિચને પ્રથમ ૮ કલાક સુધી મેલબર્ન ઍરપોર્ટ પર બેસાડી રાખવામાં આવ્યો અને તેના વિઝા રદ કર્યા બાદ તેને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. વકીલે દલીલ કરતાં કહ્યું કે ડિસેમ્બર મહિનામાં તેને કોરોના થયો હોવાથી ઑસ્ટ્રેલિયન ટેનિસ અસોસિએશન અને ઑસ્ટ્રેલિયન ગવર્નમેન્ટ દ્વારા તેને ફરજિયાત કોવિડ વૅક્સિનના નિયમમાંથી મુ​ક્તિ આપવામાં આવી હતી. આ કેસની સુનાવણી કોર્ટમાં સોમવારે હાથ ધરાશે. જૉકોવિચ બુધવારે દુબઈ થઈને મેલબર્ન પહોંચ્યો હતો. વિદેશીઓને ઑસ્ટ્રેલિયામાં પ્રવેશ પર પ્રતિબંધ છે. જેમણે વૅક્સિન લીધી હોય તેમને જ છૂટ આપવામાં આવે છે.

કોરોના હોવા છતાં જૉકોવિચે આપી હતી ઇવેન્ટમાં હાજરી



ટેનિસ ખેલાડી જૉકોવિચના વકીલોએ શનિવારે કોર્ટમાં દલીલ કરી હતી કે તેને ૧૬ ડિસેમ્બરે કોરોના હતો, પરંતુ એના બીજા જ દિવસે બેલ્ગ્રેડમાં આયોજિત એક યુવા ખેલાડીઓની ઇવેન્ટમાં તેણે હાજરી આપી હતી. ૧૭મીએ નોવાક ટેનિસ સેન્ટરમાં આયોજિત આ ઇવેન્ટમાં કોઈએ માસ્ક પણ પહેર્યો નહોતો. આ કાર્યક્રમમા જૉકોવિચે વિજેતાઓને કપ પણ આપ્યો હતો. જેના ફોટો પણ ફેસબુકમાં શૅર કરવામાં આવ્યા હતા. વળી સર્બિયાના પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ૧૬ ડિસેમ્બરે આયોજિત એક કાર્યક્રમમાં પણ તેણે હાજરી આપી હતી.


"અમારા પર જાતજાતના આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ અમારી ટીમ ખૂબ સુંદર કામગીરી બજાવી રહી છે એની હું ખાતરી આપું છું." : ક્રૅગ ટીલે, ટેનિસ ઑસ્ટ્રેલિયાના અધ્યક્ષ  

સમર્થકોએ કર્યું પ્રદર્શન


જૉકોવિચને મેલબર્નની જે હોટેલમાં રાખવામાં આવ્યો હતો એની બહાર ફરજિયાત વૅક્સિનના નિયમનો વિરોધ કરનારાઓ તેમ જ ટેનિસસ્ટારના સમર્થકો પૈકી અમુકની અટક કરવામાં આવી છે. સામાન્ય રીતે જેને રાજ્યાશ્રય આપવામાં આવ્યો હોય અથવા તો શરણાર્થીઓને રાખવામાં આવે એવી હોટેલમાં જૉકોવિચને રાખવામાં આવ્યો છે. ઘણા લોકો અને પ્રદર્શનકારીઓ ટેનિસસ્ટારની એક ઝલક માટે ત્યાં ભેગા થયા હતા. વિક્ટોરિયા સ્ટેટ દ્વારા તેને વૅક્સિન ફરજિયાતના નિયમમાં છૂટ આપતાં તે ઑસ્ટ્રેલિયા ગયો હતો, પરંતુ ઑસ્ટ્રેલિયા આવ્યો ત્યારે ઑસ્ટ્રેલિયન બૉર્ડર ફોર્સે તેને આપવામાં આવેલી આ છૂટને ગેરકાયદે ગણી તેને દેશમાં પ્રવેશ આપવાની ના પાડી દીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

09 January, 2022 01:59 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK