૧૪.૫ પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહેનાર પ્રજ્ઞાનાનંદે ટુર્નામેન્ટમાં વિશ્વના ટોચના ત્રણ ખેલાડીઓને હરાવ્યા હતા
ગ્રૅન્ડમાસ્ટર પ્રજ્ઞાનાનંદ
ભારતીય ગ્રૅન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનાનંદે નૉર્વે ચેસ ટુર્નામેન્ટના અંતિમ રાઉન્ડમાં અમેરિકન હિકારુ નાકામુરાને હરાવીને તેના અભિયાનનો સકારાત્મક અંત કર્યો હતો અને ત્રીજા સ્થાને રહ્યો હતો, જ્યારે વિશ્વનો નંબર-વન મૅગ્નસ કાર્લસન ૧૭.૫ પૉઇન્ટ સાથે વિજેતા બનીને લગભગ ૬૫,૦૦૦ ડૉલરની ઇનામી રકમ જીત્યો. તેણે દરેક રાઉન્ડમાં જીત મેળવી હતી.
અંતિમ રાઉન્ડમાં હારી જવા છતાં નાકામુરા ૧૫.૫ પૉઇન્ટ સાથે બીજા સ્થાને રહ્યો હતો, જ્યારે ૧૪.૫ પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહેનાર પ્રજ્ઞાનાનંદે ટુર્નામેન્ટમાં વિશ્વના ટોચના ત્રણ ખેલાડીઓને હરાવ્યા હતા. મૅગ્નસ કાર્લસન, ફેબિયાનો કારુઆના બાદ હવે નાકામુરા સામે જીતીને તે ટોચના ત્રણ ખેલાડીને હરાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે.

