Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > એશિયન ગેમ્સમાં ગ્રીકો-રોમન કુસ્તીમાં નિતેશ સિવાચે ૬૪ વર્ષે સિલ્વર અપાવ્યો

એશિયન ગેમ્સમાં ગ્રીકો-રોમન કુસ્તીમાં નિતેશ સિવાચે ૬૪ વર્ષે સિલ્વર અપાવ્યો

Published : 02 October, 2026 06:56 PM | Modified : 02 October, 2026 06:59 PM | IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાઇનલમાં હરિયાણાના ૨૩ વર્ષના નિતેશને જપાનના હરીફ સામે ૦-૪થી હારનો સામનો કરવો પડ્યો હતો.

નિતેશ સિવાચ

નિતેશ સિવાચ


ભારતીય કુસ્તીબાજ નિતેશ સિવાચે એશિયન ગેમ્સ 2026માં પુરુષોની ગ્રીકો-રોમન ૯૭ કિલો કૅટેગરીની સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઇનલમાં હરિયાણાના ૨૩ વર્ષના નિતેશને જપાનના હરીફ સામે ૦-૪થી હારનો સામનો કરવો પડ્યો હતો.
નિતેશ ૧૯૬૨ પછી એશિયન ગેમ્સની ગ્રીકો-રોમન સ્પર્ધાની ફાઇનલમાં પહોંચનાર ભારતનો પ્રથમ કુસ્તીબાજ બન્યો અને આ રીતે ૬૪ વર્ષે ભારતને આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ અપાવ્યો હતો. ૧૯૬૨માં માલવા સિંહ (૫૨ કિલો) અને ગણપત અંદાલકર (૯૭+કિલો) ગોલ્ડ મેડલ તથા ઉદય ચંદ (૭૦ કિલો), સજ્જન સિંહ (૮૭ કિલો), મારુતિ માને (૯૭ કિલો) સિલ્વર મેડલ જીત્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2026 06:59 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK