Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ટ્રૅક ઍન્ડ ફીલ્ડની હરીફાઈઓ લાઇવ બતાવો, લોકોનો ક્રેઝ વધશે : નીરજ

ટ્રૅક ઍન્ડ ફીલ્ડની હરીફાઈઓ લાઇવ બતાવો, લોકોનો ક્રેઝ વધશે : નીરજ

30 November, 2023 03:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુ મુમ્બાએ સુરિન્દર સિંહને કૅપ્ટનપદે રિટેન કર્યો,યુ મુમ્બાએ સુરિન્દર સિંહને કૅપ્ટનપદે રિટેન કર્યો,શ્રીસાન્ત અને સ્ટુઅર્ટ બિન્ની અમેરિકન લીગમાં રમશે,અમેરિકન લીગમાં દેશના નામ પરથી ટીમની ઓળખ અને વધુ સમાચાર

નીરજ ચોપરા

નીરજ ચોપરા


ભાલાફેંકના ઑલિમ્પિક્સ અને વર્લ્ડ ચૅમ્પિયન નીરજ ચોપડાએ ગઈ કાલે બૅન્ગલોરમાં કહ્યું હતું કે ‘આપણા ઍથ્લીટ‍્સ ડાયમંડ લીગ અને વર્લ્ડ ઍથ્લેટિક‍્સ જેવી જે મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેતા હોય એને જો ભારતમાં લાઇવ બતાવવામાં આવશે તો અસંખ્ય લોકોને એ જોવા તો મળશે જ, બીજા અનેક લોકોનો આ રમતોમાં રસ પણ વધશે. હાલમાં લોકોને માત્ર હાઇલાઇટ‍્સ જ જોવા મળે છે. મને જાણવા મળ્યું છે કે લોકો આ હરીફાઈઓ લાઇવ જોવા મોડી રાતે એક-બે વાગ્યા સુધી જાગતા પણ હોય છે, પરંતુ લાઇવ ન જોવા મળતાં નિરાશ થઈ જતા હોય છે.’

યુ મુમ્બાએ સુરિન્દર સિંહને કૅપ્ટનપદે રિટેન કર્યો
બીજી ડિસેમ્બરે અમદાવાદમાં ગુજરાત જાયન્ટ‍્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચેની મૅચથી શરૂ થનારી પ્રો કબડ્ડી લીગ (પીકેએલ)ની ૧૦મી સીઝન માટેની યુ મુમ્બા ટીમની જર્સી ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં લૉન્ચ કરવામાં આવી એ સમયે કરાયેલી જાહેરાત મુજબ યુ મુમ્બાએ સુરિન્દર સિંહને કૅપ્ટનપદે રિટેન કર્યો છે. રિન્કુ શર્મા અને મહેન્દર સિંહ વાઇસ કૅપ્ટનો છે અને ગિરીશ એર્નાકની જાહેરાત લોકલ (મુંબઈ) આઇકન પ્લેયર તરીકે થઈ છે.



યુ મુમ્બાએ સુરિન્દર સિંહને કૅપ્ટનપદે રિટેન કર્યોન્યુ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર શેન બૉન્ડ ૯ સીઝન સુધી મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)નો બોલિંગ-કોચ બની રહ્યા બાદ તાજેતરમાં છોડ્યા પછી હવે સાઉથ આફ્રિકાની ટી૨૦ લીગમાં પાર્લ રૉયલ્સ ટીમનો હેડ-કોચ બન્યો છે. તે બોલિંગ-કોચ હતો એ સમયગાળા દરમ્યાન એમઆઇ ચાર ટાઇટલ જીત્યું હતું. પાર્લના હેડ-કોચના સ્થાને બૉન્ડે જેપી ડુમિનીનું સ્થાન લીધું છે.


અમેરિકન લીગમાં દેશના નામ પરથી ટીમની ઓળખ
આગામી ૧૯ ડિસેમ્બરે અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં અમેરિકન પ્રીમિયર લીગ (એપીએલ) ટી૨૦ ટુર્નામેન્ટની બીજી સીઝન શરૂ થશે જેની ફાઇનલ ૩૧ ડિસેમ્બરે રમાશે. આ લીગની ટીમોને અમેરિકાના વિવિધ દેશો સાથે સંકળાયેલા અને વિવિધ સ્ટેટમાં ફેલાયેલા પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને નામ આપવામાં આવ્યાં છે. સાત ટીમના નામ આ મુજબ છે ઃ ઇન્ડિયન્સ, પાક‍્સ, વિન્ડીઝ, બેન્ગાલીસ, ઑસીઝ, ઇંગ્લિશ અને અમેરિકન્સ. લીગની ઇન્ડિયન્સ ટીમનો કૅપ્ટન કેવલ પટેલ છે અને સૅમ સિંહ ટીમના માલિક છે. અઝુરદીન મોહમ્મદ અમેરિકન્સ ટીમનો કૅપ્ટન છે.

શ્રીસાન્ત અને સ્ટુઅર્ટ બિન્ની અમેરિકન લીગમાં રમશે
ભારતનો ભૂતપૂર્વ પેસ બોલર એસ. શ્રીસાન્ત અને ભૂતપૂર્વ ઑલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્ની ૧૯ ડિસેમ્બરથી હ્યુસ્ટનમાં શરૂ થતી અમેરિકન પ્રીમિયર લીગ (એપીએલ)ની બીજી સીઝનમાં રમશે. બન્ને નિવૃત્ત ખેલાડી હવે ભારતીય ક્રિકેટમાં ઍક્ટિવ નથી એટલે તેઓ વિદેશી લીગમાં 
રમી શકે છે. આઇસીસી તરફથી આ લીગને મંજૂરી મળી છે. લીગની સાત ટીમમાં કુલ ૪૦ વિદેશી ખેલાડીઓ રમશે.


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2023 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK