ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > News In Shorts: નવરાતિલોવા કહે છે કે હું હવે કૅન્સરમુક્ત છું

News In Shorts: નવરાતિલોવા કહે છે કે હું હવે કૅન્સરમુક્ત છું

22 March, 2023 12:18 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવરાતિલોવાને અગાઉ ૨૦૧૦માં બ્રેસ્ટ કૅન્સર થયું હતું,

મહિલા ટેનિસ-લેજન્ડ માર્ટિના નવરાતિલોવા News In Shorts

મહિલા ટેનિસ-લેજન્ડ માર્ટિના નવરાતિલોવા

નવરાતિલોવા કહે છે કે હું હવે કૅન્સરમુક્ત છું

મહિલા ટેનિસ-લેજન્ડ માર્ટિના નવરાતિલોવાએ પોતાને ગળા અને સ્તનનું કૅન્સર થયું હોવાના નિદાનની જાહેરાત કરી એના ચાર મહિના બાદ કહ્યું છે કે પોતે હવે કૅન્સરમુક્ત થઈ ગઈ છે. સિંગલ્સ અને ડબલ્સનાં કુલ ૫૯ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર ૬૬ વર્ષનાં નવરાતિલોવાએ જાન્યુઆરીની શરૂઆતમાં કહ્યું હતું કે કૅન્સર પહેલા જ સ્ટેજમાં છે. જોકે હવે તેમણે કહ્યું છે કે હજી તેમણે બે અઠવાડિયાં સુધી જમણા બ્રેસ્ટમાં રેડિયેશનની સારવાર લેવી પડશે. નવરાતિલોવાને અગાઉ ૨૦૧૦માં બ્રેસ્ટ કૅન્સર થયું હતું, પરંતુ એમાંથી મુક્ત થઈ ગયાં હતાં.

નડાલ ૧૮ વર્ષે ટૉપ-ટેનની બહાર


સિંગલ્સનાં બાવીસ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલો સ્પેનનો રાફેલ નડાલ તાજેતરમાં ઇન્ડિયન વેલ્સ ટુર્નામેન્ટમાં ન રમ્યો એને કારણે તેનો રૅન્કિંગ એટલો બધો ઊતરી ગયો કે તે ૨૦૦૫ની સાલ પછી પહેલી વાર ટૉપ-ટેનની બહાર આવી ગયો છે. તે નવમા સ્થાનેથી તેરમા નંબરે જતો રહ્યો છે.

ઍમ્બપ્પે ફ્રાન્સનો નવો કૅપ્ટન નિયુક્ત

હ્યુગો લૉરિસના રિટાયરમેન્ટને પગલે હવે ૨૪ વર્ષના કીલિયાન ઍમ્બપ્પેને ફ્રાન્સની ફુટબૉલ ટીમનો નવો કૅપ્ટન નિયુક્ત કરાયો છે. ૩૬ વર્ષના લૉરિસે જાન્યુઆરીમાં કતાર વર્લ્ડ કપને પગલે નિવૃત્તિ જાહેર કરી હતી. લૉરિસ એક દાયકા કરતાં વધુ સમયથી ફ્રાન્સનો સુકાની હતો. વર્લ્ડ કપમાં ફ્રાન્સ રનર-અપ હતું. શુક્રવારે નેધરલૅન્ડ્સ સામેની મૅચથી ઍમ્બપ્પે સુકાન સંભાળશે.

બંગલાદેશના રહીમની ફાસ્ટેસ્ટ સદી, પણ મૅચ ધોવાઈ ગઈ

મુશફિકુર રહીમે (૧૦૦ અણનમ, ૬૦ બૉલ, બે સિક્સર, ૧૪ ફોર) સોમવારે સિલ્હટમાં આયરલૅન્ડ સામેની બીજી વન-ડેમાં ૬૦ બૉલમાં સદી ફટકારી હતી, જે બંગલાદેશના બૅટર્સમાં નવો રેકૉર્ડ છે. જોકે બંગલાદેશે ૫૦ ઓવરમાં નજમુલ શૅન્ટોના ૭૩ રન અને લિટન દાસના ૭૦ રનના ઉપયોગી યોગદાનની મદદથી ૬ વિકેટે ૩૪૯ રન બનાવ્યા ત્યાર પછી વરસાદને કારણે આયરલૅન્ડની ઇનિંગ્સ જ નહોતી રમાઈ અને છેવટે મૅચ રદ જાહેર કરવી પડી હતી. રહીમે ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો શાકિબ-અલ-હસનનો ૬૩ બૉલની સદીનો ૨૦૦૯ની સાલનો વિક્રમ તોડી નાખ્યો હતો. બંગલાદેશ સિરીઝમાં ૧-૦થી આગળ છે.

ક્લાસેનની કમાલને લીધે સિરીઝ ૧-૧થી ડ્રૉ

વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી અને છેલ્લી વન-ડે સાઉથ આફ્રિકાએ હેન્રિચ ક્લાસેનની ૬૧ બૉલમાં પાંચ સિક્સર અને ૧૫ ફોરની કમાલની ઇનિંગ્સના જોરે ચાર વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે સિરીઝ ૧-૧થી બરોબરી પર રહી હતી. પ્રથમ મૅચ વરસાદને લીધે ધોવાઈ ગઈ હતી, જ્યારે બીજીમાં વેસ્ટ ઇન્ડીઝે ૪૮ રનથી જીત મેળવી હતી. વેસ્ટ ઇન્ડીઝ ૪૮.૨ ઓવરમાં ૨૬૦ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું અને જવાબમાં સાઉથ આફ્રિકા ૮૭ રનમાં ચાર વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું, પણ ત્યાર બાદ ક્લાસેન અને માર્કો યેસસેન (૪૩)એ બાજી સંભાળીને ટીમને જીત અપાવી હતી. મૅન ઑફ ધ મૅચ અને સિરીઝ ક્લાસેન જાહેર થયો હતો. 


22 March, 2023 12:18 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK