Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ન્યુઝ શોર્ટમાં : હરમનની હૅટ-ટ્રિક, ભારત સેમી ફાઇનલમાં

ન્યુઝ શોર્ટમાં : હરમનની હૅટ-ટ્રિક, ભારત સેમી ફાઇનલમાં

05 August, 2022 01:49 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉમનવેલ્થ ગેમ્સમાં ગઈ કાલે ભારતના પુરુષોની હૉકી ટીમે વેલ્સને ૪-૧થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો

પુરુષોની હૉકી ટીમ

પુરુષોની હૉકી ટીમ


હરમનની હૅટ-ટ્રિક : ભારત સેમી ફાઇનલમાં

કૉમનવેલ્થ ગેમ્સમાં ગઈ કાલે ભારતના પુરુષોની હૉકી ટીમે વેલ્સને ૪-૧થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હૅટ-ટ્રિકમૅન હરમનપ્રીત સિંહે ૧૮, ૧૯, ૪૧મી મિનિટમાં ગોલ કર્યો હતો. ચોથો ગોલ ગુર્જન્ત સિંહે ૪૯મી મિનિટમાં કરીને વેલ્સ માટે જીતવાનું અશક્ય બનાવી દીધું હતું. બુધવારે ભારતે ‘બી’ ગ્રુપની મૅચમાં કૅનેડાને ૮-૦થી હરાવીને સનસનાટી મચાવી દીધી હતી.



 


ટકરની ટક્કર પણ આયરલૅન્ડને જિતાડી ન શકી

બ્રિસ્ટલમાં બુધવારે સાઉથ આફ્રિકાએ ઓપનર રીઝા હેન્ડ્રિક્સ (૭૪ રન, ૫૩ બૉલ, એક સિક્સર, દસ ફોર) અને એઇડન માર્કરમ (૫૬ રન, ૨૭ બૉલ, પાંચ સિક્સર, બે ફોર) વચ્ચેની ત્રીજી વિકેટ માટેની ૧૧૨ રનની ભાગીદારીની મદદથી આયરલૅન્ડને ૨૧ રનથી હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટે ૨૧૧ રન બનાવ્યા જેના જવાબમાં આઇરિશ ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૯૦ રન બનાવી શકી હતી. એમાં વિકેટકીપર લૉર્કેન ટકર (૭૮ રન, ૩૮ બૉલ, પાંચ સિક્સર, સાત ફોર)ની આતશબાજી એળે ગઈ હતી. તેની અને જ્યૉર્જ ડૉકરેલ (૪૩ રન, ૨૮ બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૮૬ રનની ભાગીદારી થઈ હતી અને એ પણ આયરલૅન્ડને નહોતી જિતાડી શકી. વેઇન પાર્નેલ અને કેશવ મહારાજે બે-બે વિકેટ લીધી હતી અને હેન્ડ્રિક્સને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.


 

કાર્તિકેય ૯ વર્ષે ફૅમિલીને મળ્યો : સંકલ્પ પૂરો કર્યો

મધ્ય પ્રદેશ અને મુંબઈ ઇન્ડિયન્સ વતી રમી ચૂકેલા ૨૪ વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર કુમાર કાર્તિકેય ૨૦૧૩માં કાનપુરમાં ઘર છોડ્યા પછી ૯ વર્ષ અને ૩ મહિના પછી પહેલી વાર પોતાના પરિવારને મળ્યો છે અને ખાસ કરીને મમ્મીને મળીને તેને ભેટ્યો હતો અને ફોટો પડાવીને સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો. કાર્તિકેયે કહ્યું કે ‘મેં નક્કી કર્યું હતું કે હું જીવનમાં કંઈક બન્યા પછી જ પરિવારને પાછો મળીશ. મેં ફૅક્ટરીમાં નોકરી કરી, ક્રિકેટની તાલીમ લીધી અને પછી કરીઅર બનાવવાની શરૂઆત કરી. મમ્મી-પપ્પાએ મને ઘણી વાર ફોન કર્યા છતાં હું ઘરે પાછો નહોતો આવ્યો, કારણ કે હું મારો સંકલ્પ પૂરો કરવા માગતો હતો. છેવટે મેં નક્કી કર્યું કે આઇપીએલ-૨૦૨૨ પછી ઘરે પાછો જઈશ. આટલા ઘણા વખતે ઘરના બધાને મળીને મને જે આનંદ મળી રહ્યો છે એ હું શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી.’

 

૨૦૨૮ની ઑલિમ્પિક્સમાં ક્રિકેટની રમત સમાવાશે?

ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટીએ બ્રેક ડાન્સિંગ, કરાટે સહિતની આઠ અન્ય રમતો સાથે ક્રિકેટનો પણ ૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં સમાવેશ કરવા માટે ચર્ચા કરવાનો નિર્ણય લીધો એ જોતાં ક્રિકેટને ૬ વર્ષ પછીની અમેરિકાની ઑલિમ્પિક્સમાં સ્થાન મળશે એની સંભાવના વધી ગઈ છે. આનાથી ક્રિકેટનો વ્યાપ વધશે.

Whatsapp-channel Whatsapp-channel

05 August, 2022 01:49 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK