પૅરિસ ઑલિમ્પિક્સમાં શૂટિંગમાં મનુ ભાકરને બે મેડલ મળ્યા હતા
સમરેશન
પૅરિસ ઑલિમ્પિક્સમાં શૂટિંગમાં મનુ ભાકરને બે મેડલ મળ્યા હતા. આ મેડલ પાછળ મનુને કોચિંગ પૂરું પાડનાર સમરેશ જંગ માટે ભારે દુખની વાત છે. ઑલિમ્પિક્સમાંથી આવતાં જ સમરેશને ઘરના ડિમોલિશનની નોટિસ આપવામાં આવી છે અને એ પણ બે દિવસમાં. નવી દિલ્હીના સિવિલ લાઇન્સ એરિયામાં આવેલા ખૈબર પાસ વિસ્તારના ઘણા લોકોને આ નોટિસ આપવામાં આવી છે. મિનિસ્ટરી ઑફ હાઉસિંગ ઍન્ડ અર્બન અફેર્સની લૅન્ડ ઍન્ડ ડેવલપમેન્ટ ઑફિસ દ્વારા આ નોટિસ મોકલવામાં આવી હતી. આ ડિપાર્ટમેન્ટના કહ્યા મુજબ આ જમીન મિનિસ્ટરી ઑફ ડિફેન્સની છે એથી ત્યાં થયેલું બાંધકામ ગેરકાયદે હોવાથી ઘર તોડવાની નોટિસ આપવામાં આવી છે. સમરેશ જુંગ અને તેમની ફૅમિલી છેલ્લાં ૭૫ વર્ષથી અહીં રહે છે છતાં ઘરના બાંધકામને ગેરકાયદે કહી દેવામાં આવ્યું છે. આ માટે કોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી, પરંતુ એને ફગાવી દેવામાં આવી છે.


