Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > એશિયન ગેમ્સમાં ૨૯મી વર્ષગાંઠે બૉક્સર લવલીના બોર્ગોહેને ગોલ્ડ મેડલ જીત્યો

એશિયન ગેમ્સમાં ૨૯મી વર્ષગાંઠે બૉક્સર લવલીના બોર્ગોહેને ગોલ્ડ મેડલ જીત્યો

Published : 03 October, 2026 02:53 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોલ્ડ જીતીને લવલીનાએ પોતાની ૨૯મી વર્ષગાંઠ યાદગાર બનાવી હતી. આ વર્ષે કૉમનવેલ્થ ગેમ્સમાં લવલીનાએ સિલ્વર મેડલ જીત્યો હતો.

લવલીના બોર્ગોહેન

લવલીના બોર્ગોહેન


ગઈ કાલે એશિયન ગેમ્સ 2026માં આસામની મહિલા બૉક્સર લવલીના બોર્ગોહેને ૭૫ કિલો કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અગાઉ ૨૦૧૪માં મણિપુરની મૅરી કૉમ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર એકમાત્ર ભારતીય મહિલા બૉક્સર હતી.
ફાઇનલ મૅચમાં લવલીનાએ ચીનની હરીફને ૫-૦થી હરાવીને અગાઉની આવૃત્તિમાં જીતેલા સિલ્વર મેડલને ગોલ્ડમાં બદલી નાખ્યો. ગોલ્ડ જીતીને લવલીનાએ પોતાની ૨૯મી વર્ષગાંઠ યાદગાર બનાવી હતી. આ વર્ષે કૉમનવેલ્થ ગેમ્સમાં લવલીનાએ સિલ્વર મેડલ જીત્યો હતો. 

પહેલી વખત એશિયન ગેમ્સ બૉક્સિંગમાં ભારતની ગોલ્ડન હૅટ-ટ્રિક



ગઈ કાલે લવલીના સિવાય ભારતની પરવીન હૂડાએ મહિલાઓની ૬૫ કિલો અને અંકુશ પંઘાલે ૮૦ કિલો કૅટેગરીની ફાઇનલમાં જીત નોંધાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૬ વર્ષની પરવીન હૂડાનો આ પહેલો એશિયન ગેમ્સ મેડલ હતો. કૉમનવેલ્થ ગેમ્સ 2026માં પણ ગોલ્ડ જીતનાર ૨૧ વર્ષનો અંકુશ પંઘાલ બૉક્સર અમિત પંઘાલ (૨૦૧૮) પછી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ બોક્સર બન્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2026 02:53 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK