લીઅનલ મેસીએ પોતાની અંતિમ ઇન્ટરનૅશનલ મૅચ માટે ખાસ જર્સી લૉન્ચ કરી છે. ૬ ઑક્ટોબરે રિવર પ્લેટ સ્ટેડિયમમાં બેનિન સામે રમાનારી મૅચની જર્સીમાં મેસીનું નામ અને ૧૦ નંબર સોનેરી અક્ષરોમાં છે.
લીઅનલ મેસીની ફેરવેલ મૅચની જર્સી
આર્જેન્ટિનાના ફુટબૉલર લીઅનલ મેસીએ પોતાની અંતિમ ઇન્ટરનૅશનલ મૅચ માટે એક સ્પેશ્યલ જર્સી લૉન્ચ કરી છે. ૬ ઑક્ટોબરે રિવર પ્લેટ સ્ટેડિયમમાં લીઅનલ મેસી બેનિન દેશની ટીમ સામે પોતાની ફેરવેલ મૅચ રમશે. જર્સીમાં મેસીનું નામ અને ૧૦ નંબર ઘાટા સોનેરી અક્ષરોમાં અંકિત હતા. તેની પાછળના ભાગે સૂર્યનાં કિરણોની પૅટર્ન પણ જોવા મળી હતી.૧
