હરિયાણાની જૅસ્મિન લૅમ્બોરિયાએ કૉમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 57 કિલો વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને બૉક્સિંગમાં બીજો અને કુલ 27મો મેડલ અપાવ્યો. બીમારીમાંથી સાજી થયા બાદ તેણે આ સિદ્ધિ મેળવી.
જાસ્મીન લમ્બોરિયા
હરિયાણાની ૨૪ વર્ષની જૅસ્મિન લૅમ્બોરિયાએ કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને બૉક્સિંગનો બીજો અને ઓવરઑલ ૨૭મો મેડલ અપાવ્યો હતો. મહિલાઓની ૫૭ કિલોની કૅટેગરીમાં તેણે આયરલૅન્ડની હરીફ સામે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
૨૦૨૧માં તેણે એશિયન ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ૨૦૨૨ની કૉમનવેલ્થ ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યા પછી ભારતીય સેનામાં જોડાનારી જૅસ્મિન પ્રથમ મહિલા બૉક્સર બની હતી. ૨૦૨૫માં તેણે વર્લ્ડ બૉક્સિંગ કપમાં બે ગોલ્ડ મેડલ અને વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
જૅસ્મિન લૅમ્બોરિયા એશિયન ગેમ્સના ભૂતપૂર્વ ગોલ્ડ વિજેતા હવા સિંહની પ્રપૌત્રી છે. કૉમનવેલ્થ ગેમ્સમાં રિંગમાં ઊતરવાના થોડા અઠવાડિયા પહેલાં અસ્વસ્થ હોવાથી તે હૉસ્પિટલમાં લાંબા સમય સુધી એડ્મિટ રહી હતી.
