Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > એશિયન ગેમ્સ 2026ના બૅડ્‍‍મિન્ટનમાં ભારતની મેન્સ ટીમનો મેડલ નિશ્ચિત, મહિલા ટીમ આઉટ

એશિયન ગેમ્સ 2026ના બૅડ્‍‍મિન્ટનમાં ભારતની મેન્સ ટીમનો મેડલ નિશ્ચિત, મહિલા ટીમ આઉટ

Published : 23 September, 2026 12:32 PM | IST | Nagoya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જપાનને ૩-૦થી હરાવી ભારત એશિયન ગેમ્સ ૨૦૨૬ની મેન્સ બૅડમિન્ટન ટીમ ઇવેન્ટની સેમી-ફાઇનલમાં પહોંચ્યું છે. ભારતનો મુકાબલો આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચીન સામે થશે. મેડલ પણ નિશ્ચિત થયો છે.

સ્પોર્ટ સ્ટાફ સાથે ભારતની મેન્સ બૅડ્‍મિન્ટન ટીમ.

સ્પોર્ટ સ્ટાફ સાથે ભારતની મેન્સ બૅડ્‍મિન્ટન ટીમ.


ભારતે ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં જપાન સામે ૩-૦થી જીત મેળવીને એશિયન ગેમ્સ 2026 મેન્સ બૅડ્‍મિન્ટન ટીમ ઇવેન્ટની સેમી-ફાઇનલમાં પ્રવેશ કર્યો અને મેડલ નિશ્ચિત છે.
આજે રમાનારી સેમી-ફાઇનલમાં ભારતનો મુકાબલો ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચીન સાથે થશે. પહેલી વખત ભારતીય મેન્સ ટીમ બૅક-ટુ-બૅક પોડિયમ ફિનિશ કરશે. છેલ્લી એશિયન ગેમ્સમાં ભારતીય મેન્સ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. ૧૯૬૨માં ભારતે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. 
મહિલા ટીમ સતત ચોથી એશિયન ગેમ્સ ક્વૉર્ટર ફાઇનલમાં યજમાન દેશ જપાન સામે ૧-૩થી હારીને સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. મહિલા ટીમે ૧૯૮૨ અને ૨૦૧૪માં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2026 12:32 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK