અમદાવાદમાં ૨૦ જૂનથી ૨૮ જૂન વચ્ચે AVC મેન્સ વૉલીબૉલ કપ રમાઈ રહ્યો છે. ૨૦૧૮થી રમાતી આ ટુર્નામેન્ટમાં ભારત પહેલી વખત સેમી-ફાઇનલ સુધી પહોંચ્યું છે.
ભારતની મેન્સ વૉલીબૉલ ટીમ.
અમદાવાદમાં ૨૦ જૂનથી ૨૮ જૂન વચ્ચે AVC મેન્સ વૉલીબૉલ કપ રમાઈ રહ્યો છે. ૨૦૧૮થી રમાતી આ ટુર્નામેન્ટમાં ભારત પહેલી વખત સેમી-ફાઇનલ સુધી પહોંચ્યું છે. ૧૨ ટીમો વચ્ચેની આ ટુર્નામેન્ટમાં ભારત અજેય રહીને ગ્રુપ Aમાં પહેલા ક્રમે રહ્યું. ભારતે ન્યુ ઝીલૅન્ડ સામે ૩-૦, કઝાખસ્તાન સામે ૩-૦, તાઇવાન સામે ૩-૧, ડિફેન્ડિંગ ચૅમ્પિયન બાહરિન સામે ૩-૦ અને ઑસ્ટ્રેલિયા સામે ૩-૦થી જીત નોંધાવી હતી.
