આ બન્ને સ્ટાર ખેલાડીઓ ઉપરાંત ભારતના પારસ ગુપ્તાએ પણ ચીનના ખેલાડી સામે ૪-૧થી જીત મેળવી ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.
આદિત્ય મહેતા, પંકજ અડવાણી
બાહરિનના મનામામાં ચાલી રહેલી IBSF વર્લ્ડ ૬-રેડ સ્નૂકર ચૅમ્પિયનશિપમાં ભારતીય સ્ટાર ખેલાડીઓ આદિત્ય મહેતા અને પંકજ અડવાણી ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પાકિસ્તાના અહસાન રમઝાન સામે બીજા ક્રમાંકિત આદિત્ય મહેતા ૨-૩થી પાછળ પડ્યા બાદ કમાલના કમબૅક સાથે ૪-૩થી વિજય મેળવ્યો હતો. હવે ક્વૉર્ટર ફાઇનલમાં તેની ટક્કર ભારતના જ મનન ચંદ્રા સાથે થશે. મનન ચંદ્રાએ કતરના અહમદ સૈફને હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પંકજ અડવાણીએ પ્રી-ક્વૉર્ટરમાં પોલૅન્ડના તોમસ્ઝ સ્કાલ્સ્કી સામે ૪-૨થી શાનદાર જીત મેળવી હતી. આ બન્ને સ્ટાર ખેલાડીઓ ઉપરાંત ભારતના પારસ ગુપ્તાએ પણ ચીનના ખેલાડી સામે ૪-૧થી જીત મેળવી ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.


