પશ્ચિમ બંગાળની એક કોર્ટે તેની પોલીસ-કસ્ટડી ૯ જાન્યુઆરી સુધી લંબાવી છે
ફાઇલ તસવીર
આર્જેન્ટિનાના ફુટબૉલ સ્ટાર લીઅનલ મેસીની GOAT ઇન્ડિયા ટૂરના મુખ્ય આયોજક સતાદ્રુ દત્તાની મુશ્કેલીમાં વધારો થયો છે. પશ્ચિમ બંગાળની એક કોર્ટે તેની પોલીસ-કસ્ટડી ૯ જાન્યુઆરી સુધી લંબાવી છે.
૧૩ ડિસેમ્બરે કલકત્તાની ઇવેન્ટમાં થયેલી અંધાધૂધી બાદ તેના જામીન ફગાવીને ૧૪ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર સતાદ્રુ દત્તા પર સરકારી મંજૂરી વિના ખાદ્ય અને પીણાં-સપ્લાયર સાથે કરાર કરવાનો અને ૨૩ કરોડ રૂપિયાથી વધુના કથિત ભ્રષ્ટાચારમાં સંડોવણીનો પણ આરોપ છે.


