આર્જેન્ટિના ફૅન્સ એસોસિએશન ઑફ પુલ્લાવૂરના કાર્યકરોના મતે મેસી વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફુટબોલર છે અને એટલે જ તેમણે તેનું ૩૦ ફૂટ ઊંચું કટઆઉટ બનાવવાનું નક્કી કર્યું હતું
કેરળના કોઝિકોડ શહેરમાં મંગળવારે આર્જેન્ટિનાની ફુટબૉલ ટીમના ચાહકોએ સુપરસ્ટાર ખેલાડી લિયોનેલ મેસીનું કટઆઉટ
કેરળના કોઝિકોડ શહેરમાં મંગળવારે આર્જેન્ટિનાની ફુટબૉલ ટીમના ચાહકોએ સુપરસ્ટાર ખેલાડી લિયોનેલ મેસીનું તોતિંગ કટઆઉટ તૈયાર કર્યા પછી શહેરની નજીકની પુલ્લાવૂર નદીમાં વચ્ચોવચ એને સ્થાપિત કર્યું હતું. આર્જેન્ટિના ફૅન્સ એસોસિએશન ઑફ પુલ્લાવૂરના કાર્યકરોના મતે મેસી વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફુટબોલર છે અને એટલે જ તેમણે તેનું ૩૦ ફૂટ ઊંચું કટઆઉટ બનાવવાનું નક્કી કર્યું હતું. કટઆઉટમાં મેસીની છાતી પર તેમ જ શૉર્ટ પર તેનો ‘૧૦’ નંબર પણ લગાડવામાં આવ્યો છે. આ મહિને આરબ દેશ કતારમાં ફિફા વર્લ્ડ કપ શરૂ થશે અને એ સમયે કેરળમાં પણ ફુટબૉલોત્સવનું વાતાવરણ છવાયું છે.


