Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > અફઘાનિસ્તાનમાં પુરુષના વેશમાં ટ્રેઇનિંગ કરનાર ફરીબા હાશિમીએ સાઇક્લિંગમાં સિલ્વર મેડલ જીત્યો

અફઘાનિસ્તાનમાં પુરુષના વેશમાં ટ્રેઇનિંગ કરનાર ફરીબા હાશિમીએ સાઇક્લિંગમાં સિલ્વર મેડલ જીત્યો

Published : 24 September, 2026 03:19 PM | IST | Nagoya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અફઘાનિસ્તાનની ૨૩ વર્ષની ફરીબા હાશિમીએ એશિયન ગેમ્સ ૨૦૨૬ની મહિલાઓની સાઇક્લિંગ રોડ રેસમાં સિલ્વર મેડલ જીત્યો. ૨૦૦૨ પછી આ સ્પર્ધામાં મેડલ જીતનારી તે પ્રથમ અફઘાન મહિલા બની છે.

ફરીબા હાશિમી

ફરીબા હાશિમી


એશિયન ગેમ્સ 2026માં ગઈ કાલે અફઘાનિસ્તાનની ૨૩ વર્ષની સાઇક્લિંગમાં સ્ટાર ફરીબા હાશિમીએ મહિલાઓની સાઇક્લિંગ રોડ રેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂકેલી ફરીબા હાશિમી ૨૦૦૨ પછી એશિયન ગેમ્સની આ સ્પર્ધામાં મેડલ જીતનાર પ્રથમ અફઘાન મહિલા બની હતી.
ફરીબા હાશિમીએ જ્યારે પહેલી વાર સાઇકલ ચલાવી હતી એ સમયે અફઘાનિસ્તાનમાં સનગ્લાસ અને સ્કાર્ફ વડે પોતાની ઓળખ છુપાવીને સાઇકલ ચલાવી હતી. ઘણી વખત તેના પર પથ્થરોથી પણ હુમલો થઈ ચૂક્યો છે. ૨૦૨૧માં જ્યારે તાલિબાને ફરી સત્તા સંભાળી અને મહિલાઓની સ્વતંત્રતા પર કડક પ્રતિબંધો લાદ્યા ત્યારે તેણે દેશ છોડીને ઇટલીમાં પોતાની કારકિર્દીનું નવેસરથી નિર્માણ કર્યું.
ઑલિમ્પિક્સ સૉલિડેરિટી સ્કૉલરશિપની મદદથી ફરીબા હાશિમી આ રમતમાં આગળ વધી છે. ફરીબા હાશિમી કહે છે કે ‘આ સિલ્વર મેડલ અફઘાન મહિલાઓની અદમ્ય ભાવનાને પ્રદર્શિત કરી શકે છે. હું એકલી નથી. હું જાણું છું કે ઘણા દેશોમાં લાખો મહિલાઓ મારી સાથે છે જેઓ આ સમાન સ્વપ્ન ધરાવે છે. તેઓ મારી સાથે ઊભી છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 03:19 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK