Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > દીપિકા સેહરાવતના રેકૉર્ડ ૯ ગોલની મદદથી ભારતે થાઇલૅન્ડને ૨૦-૧થી હૉકી મૅચમાં કચડ્યું

દીપિકા સેહરાવતના રેકૉર્ડ ૯ ગોલની મદદથી ભારતે થાઇલૅન્ડને ૨૦-૧થી હૉકી મૅચમાં કચડ્યું

Published : 24 September, 2026 03:23 PM | IST | Nagoya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય મહિલા હૉકી ટીમે થાઇલૅન્ડને ૨૦-૧થી હરાવ્યું. દીપિકા સેહરાવતે એક મૅચમાં રેકૉર્ડ ૯ ગોલ ફટકારીને ઇતિહાસ રચ્યો. તેના તમામ ગોલ પેનલ્ટી કૉર્નરથી આવ્યા હતા.

ભારતીય મહિલા હૉકી ટીમ

ભારતીય મહિલા હૉકી ટીમ


ભારતીય મહિલા હૉકી ટીમે ભારતે એશિયન ગેમ્સ 2026ની પૂલ Bની મૅચમાં થાઇલૅન્ડ સામે ૨૦-૧થી જીત નોંધાવી હતી. ભારતની દીપિકા સેહરાવતે એક હૉકી મૅચમાં રેકૉર્ડ ૯ ગોલ કરીને ઈતિહાસ રચ્યો હતો. 
દીપિકા સેહરાવતે ટુર્નામેન્ટની શરૂઆતમાં ઉઝબેકિસ્તાન સામે કરેલા પોતાના ૮ ગોલનો આંકડો વટાવી દીધો. તેના તમામ ૯ ગોલ પેનલ્ટી કૉર્નરથી થયા હતા. ભારતની મેન્સ ટીમ આજે ૨૪ સપ્ટેમ્બર નૉર્થ કોરિયા સામે ટકરાશે. મહિલા ટીમની આગામી મૅચ પચીસ સપ્ટેમ્બરે જપાન સામે છે.

એશિયન ગેમ્સ 2026ની અન્ય મહત્ત્વપૂર્ણ અપડેટ



ભારતની મેન્સ અને વિમેન્સ કબડ્ડી ટીમે સેમી-ફાઇનલમાં ઑલમોસ્ટ સ્થાન મેળવીને મેડલ સુનિશ્ચિત કર્યો છે. ગઈ કાલે ભારતની મેન્સ ટીમે બંગલાદેશ સામે ૪૮-૨૫ અને વિમેન્સ ટીમે ઈરાન સામે ૩૭-૨૩થી જીત નોંધાવી હતી. બન્ને ટીમ આજે અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ રમશે. 
 વુશુ પ્લેયર રોશિબીના દેવીએ સેમી-ફાઇનલમાં ઇન્ડોનેશિયાની હરીફ સામે ૨-૦થી જીત નોંધાવીને મહિલાઓની ૬૦ કિલો કૅટેગરીની ફાઇનલમાં સ્થાન મેળવ્યું અને ગોલ્ડ મેડલની રેસમાં પ્રવેશ કર્યો છે. છેલ્લી બે સીઝનમાં તેણે સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 03:23 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK