આ સંકુલમાં ટેનિસ, સૉફ્ટ ટેનિસ, સ્કેટિંગ સ્પર્ધા યોજાશે
અમદાવાદની સાબરમતી નદીના કિનારે બનેલો રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક.
શૈલેષ નાયક
shailesh.nayak@mid-day.com
ગુજરાતમાં પહેલી વાર યોજાઈ રહેલી નૅશનલ ગેમ્સને લઈને અમદાવાદ સજ્જ થઈ રહ્યું છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક બન્યા પછી એમાં પહેલી વાર હરીફાઈઓ યોજાશે. આ રીતે સાબરમતી રિવરફ્રન્ટના સ્પોર્ટ્સ પાર્કનું ૨૬ સપ્ટેમ્બરથી ૧૨ ઑક્ટોબર સુધી યોજાનારી નૅશનલ ગેમ્સથી ઉદ્ઘાટન થવાનું છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઑફિસર સમીર પંચાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલા નવા સાબરમતી સ્પોર્ટ્સ પાર્કનો તથા એનાં જુદાં-જુદાં મેદાનોનો પહેલી વાર નૅશનલ ગેમ્સની રમતોથી ઉપયોગ થશે. આ સંકુલમાં ટેનિસ, સૉફ્ટ ટેનિસ, સ્કેટિંગ સ્પર્ધા યોજાશે. સાબરમતી નદીમાં રોવિંગ તથા કૅનોઇંગનું આયોજન થશે.’
ADVERTISEMENT
અમદાવાદના સંસ્કારધામ ખાતે તીરંદાજી, ખો ખો અને મલખંભ, ટ્રાન્સસ્ટેડિયામાં રગ્બી, પુરુષોની ફુટબૉલ સ્પર્ધા, કબડ્ડી, યોગાસનની સ્પર્ધા, શાહીબાગ પોલીસ ગ્રાઉન્ડમાં મહિલાઓ માટેની ફુટબૉલ સ્પર્ધા, કેન્સ વિલે ગૉલ્ફ ક્લબમાં સ્પર્ધા યોજાશે. શહેર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટ્સ અસોસિએશન અને વિવિધ સંસ્થાઓના સહયોગથી ગેમ્સ માટે તૈયારી કરવામાં આવી રહી છે.


