બ્રાઝિલનો ખેલાડી સર્બિયા સામેની મૅચમાં પગની ઘૂંટીમાં ઈજાગ્રસ્ત થવાને કારણે સ્વિટ્ઝરલૅન્ડ સામેની મૅચમાં નહીં રમી શકે. નેમાર સેકન્ડ હાફમાં નિકોલા સાથે અથડાતાં ઈજાગ્રસ્ત થયો હતો
સૂજેલી ઘૂંટી સાથે મેદાનની બહાર જતો બ્રાઝિલનો ખેલાડી નેમાર
દિગ્ગજ ફુટબોલર વેઇન રૂનીના મતે નેમાર વિના પણ બ્રાઝિલ મજબૂત છે. બ્રાઝિલનો ખેલાડી સર્બિયા સામેની મૅચમાં પગની ઘૂંટીમાં ઈજાગ્રસ્ત થવાને કારણે સ્વિટ્ઝરલૅન્ડ સામેની મૅચમાં નહીં રમી શકે. નેમાર સેકન્ડ હાફમાં નિકોલા સાથે અથડાતાં ઈજાગ્રસ્ત થયો હતો. આ ઈજાને કારણે સોમવારે સ્વિટ્ઝરલૅન્ડ સામેની મૅચમાં તે નહીં રમે. વેઇન રૂનીએ કહ્યું હતું કે નેમાર માટે આ વાત નિરાશાજનક હશે, પરંતુ બ્રાઝિલની ટીમમાં ઘણી પ્રતિભા છે. ગુરુવારે તે મેદાનની બહાર ગયો, છતાં એની અસર ટીમ પર પડી નહોતી.