ઍશ્લી ગાર્ડનરે સોશ્યલ મીડિયામાં તેની ગર્લફ્રેન્ડ મોનિકા રાઇટ સાથે રોમૅન્ટિક અંદાજમાં વીંટી બતાવતો ફોટો શૅર કરીને સગાઈની જાહેરાત કરી હતી
ઍશ્લી ગાર્ડનર
મહિલા ક્રિકેટ વર્લ્ડમાં વધુ એક લેસ્બિયન કપલની એન્ટ્રી થઈ છે. ઑસ્ટ્રેલિયાની સ્ટાર ઑલરાઉન્ડર મહિલા ક્રિકેટર ઍશ્લી ગાર્ડનરે સોશ્યલ મીડિયામાં તેની ગર્લફ્રેન્ડ મોનિકા રાઇટ સાથે રોમૅન્ટિક અંદાજમાં વીંટી બતાવતો ફોટો શૅર કરીને સગાઈની જાહેરાત કરી હતી. કૅપ્શનમાં તેણે લખ્યું હતું, ‘મિસિસ ગાર્ડનર પાસે સારી વીંટી છે.’ બન્ને ટૂંક સમયમાં લગ્ન કરશે એવી જાહેરાત પણ તેણે કરી છે. હાલમાં મહિલા ઑલરાઉન્ડર્સમાં ત્રીજો ક્રમાંક ધરાવતી ગાર્ડનર ઑસ્ટ્રેલિયા વતી ૬ ટેસ્ટ, ૬૯ વન-ડે અને ૮૮ T20 મૅચ રમી છે.

