Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સુચિકા તરિયાલે એશિયન ગેમ્સમાં ભારત માટે ઐતિહાસિક MMA મેડલ સુનિશ્ચિત કર્યો

સુચિકા તરિયાલે એશિયન ગેમ્સમાં ભારત માટે ઐતિહાસિક MMA મેડલ સુનિશ્ચિત કર્યો

Published : 21 September, 2026 01:59 PM | IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એશિયન ગેમ્સ ૨૦૨૬માં સુચિકા તરિયાલે મહિલાઓની ૬૦ કિલો ટ્રેડિશનલ એમએમએની ક્વૉર્ટર ફાઇનલમાં મૉન્ગોલિયાની હરીફને હરાવી સેમી-ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનો ઐતિહાસિક મેડલ નિશ્ચિત થયો છે.

સુચિકા તરિયાલ

સુચિકા તરિયાલ


મિક્સ્ડ માર્શલ આર્ટ્‍સ (MMA) ઇવેન્ટે એશિયન ગેમ્સમાં ૨૦મી આવૃત્તિથી ડેબ્યુ કર્યું છે. મહિલાઓની ટ્રેડિશનલ MMAની ૬૦ કિલો કૅટેગરીની ક્વૉર્ટર ફાઇનલમાં મૉન્ગોલિયાની હરીફને હરાવીને ભારતની સુચિકા તરિયાલે દેશ માટે ઐતિહાસિક મેડલ સુનિશ્ચિત કર્યો છે.
સેમી-ફાઇનલમાં પહોંચવું એ મેડલની ખાતરી આપે છે, કારણ કે આ ઇવેન્ટમાં સેમી-ફાઇનલમાં હારનાર બન્ને ખેલાડીઓને બ્રૉન્ઝ મેડલ આપવામાં આવે છે.
૩૬ વર્ષની સુચિકા તરિયાલે કરીઅરની શરૂઆત જુડોકા એટલે કે જુડો પ્લેયર તરીકે કરી હતી. ૧૨ વર્ષની ઉંમરે સલૂનમાં બનેલી એક ગેરવર્તનની ઘટના પછી તેણે સ્વબચાવ શીખવાનો નિર્ણય કર્યો અને વિવિધ કૉમ્બૅટ સ્પોર્ટ્‍સ પર હાથ અજમાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 01:59 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK