Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > એશિયન ગેમ્સ 2026માં ભારતને પહેલો મેડલ ઍર રાઇફલ શૂટિંગની મહિલા ટીમે અપાવ્યો

એશિયન ગેમ્સ 2026માં ભારતને પહેલો મેડલ ઍર રાઇફલ શૂટિંગની મહિલા ટીમે અપાવ્યો

Published : 21 September, 2026 01:11 PM | IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૮૯૮ પૉઇન્ટ સાથે ભારતીય ટીમે સિલ્વર મેડલ જીત્યો

ડાબેથી વિદર્સા વિનોદ, સોનમ મસ્કર અને એલવેનિલ વલરીવન સિલ્વર મેડલ સાથે.

ડાબેથી વિદર્સા વિનોદ, સોનમ મસ્કર અને એલવેનિલ વલરીવન સિલ્વર મેડલ સાથે.


જપાનમાં આયોજિત એશિયન ગેમ્સ 2026માં ભારતના મેડલ જીતવાના શ્રીગણેશ ઍર રાઇફલ શૂટિંગની મહિલા ટીમે કરાવ્યા હતા. મહિલાઓની ૧૦ મીટર ઍર રાઇફલ ટીમ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ભારતે મેડલ-ટૅલીમાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું. 
કેરલમની ૨૭ વર્ષની વિદર્સા વિનોદે ૬૩૦.૪ પૉઇન્ટ, કોલ્હાપુરમાં જન્મેલી ૨૩ વર્ષની સોનમ મસ્કરે ૬૩૪.૧ પૉઇન્ટ અને તામિલનાડુમાં જન્મેલી ૨૭ વર્ષની એલવેનિલ વલરીવને ૬૩૩.૫ પૉઇન્ટ મેળવ્યા હતા.
ભારતે સંયુક્ત રીતે ૧૮૯૮.૦નો સ્કોર કરીને પોડિયમ પર સ્થાન મેળવ્યું હતું. આ ઇવેન્ટમાં ચીનની ટીમે (૧૯૦૪.૨ પૉઇન્ટ) ગોલ્ડ મેડલ અને જપાને (૧૮૯૭.૧ પૉઇન્ટ) બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.  


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 01:11 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK