Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > વર્લ્ડ રૅન્કિંગમાં ૫૦મો ક્રમ ધરાવતી અશ્મિતા ચાલિહાએ ભારત માટે પહેલું કોરિયા માસ્ટર્સ ટાઇટલ જીત્યું

વર્લ્ડ રૅન્કિંગમાં ૫૦મો ક્રમ ધરાવતી અશ્મિતા ચાલિહાએ ભારત માટે પહેલું કોરિયા માસ્ટર્સ ટાઇટલ જીત્યું

Published : 10 August, 2026 04:41 PM | IST | Seoul
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાહાટીની ૨૬ વર્ષની અશ્મિતા ચાલિહાએ ચીનની હાન કિયાન્સીને હરાવીને કોરિયા માસ્ટર્સ બૅડમિન્ટન ટાઇટલ જીત્યું છે. આ સાથે તે આ ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શટલર બની છે.

અશ્મિતા ચલિહા

અશ્મિતા ચલિહા


ગુવાહાટીની ૨૬ વર્ષની અશ્મિતા ચાલિહાએ કોરિયા માસ્ટર્સ બૅડ્‌મિન્ટન ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. કોરિયા માસ્ટર્સ ટાઇટલ જીતનાર અશ્મિતા ચાલિહા પહેલી ભારતીય બની છે. આ રમતના ૧૯ વર્ષના ઇતિહાસમાં સાઉથ કોરિયાના ખેલાડીઓ અલગ-અલગ કૅટેગરીમાં સૌથી વધુ ૬૪ ટાઇટલ જીત્યાં છે. અન્ય કોઈ દેશ ડબલ ડિજિટમાં ટાઇટલ જીતી નથી શક્યું. 
વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં વર્લ્ડ રૅન્કિંગમાં ૫૦મો ક્રમ ધરાવતી અશ્મિતા ચાલિહાએ ચીનની હાન કિયાન્સી સામે ૫૩ મિનિટની રમતમાં ૧૪-૨૧, ૨૧-૧૪, ૨૧-૧૪થી જીત નોંધાવી હતી. અશ્મિતા BWF વર્લ્ડ ટૂર ટાઇટલ જીતનારી પાંચમી ભારતીય મહિલા શટલર બની છે. ૨૦૨૪માં તેણે ઘૂંટણના લિગામેન્ટની સર્જરીમાંથી પણ પસાર થવું પડ્યું હતું. 
ગુવાહાટીના નૅશનલ સેન્ટર ઑફ એક્સલન્સમાં તાલીમ લેતી અશ્મિતાએ ૨૦૧૯માં સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૦૧૮માં તાતા ઓપન ઇન્ડિયા ઇન્ટરનૅશનલ, ૨૦૧૮માં દુબઈ ઇન્ટરનૅશનલ અને ૨૦૨૩માં મૉલદીવ્ઝ ઇન્ટરનૅશનલ જીતીને તેની કારકિર્દીમાં ત્રણ BWF ઇન્ટરનૅશનલ ચૅલેન્જ/સિરીઝ લેવલ ઇવેન્ટ્સમાં પણ વિજય મેળવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2026 04:41 PM IST | Seoul | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK